શોધખોળ કરો
Rain: ડાંગના વઘઈમાં છ ઈંચ વરસાદ, આશ્રમ શાળામાં ભરાયા પાણી
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ શરૂ થયો છે
ફોટોઃ abp asmita
1/6

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ શરૂ થયો છે. મહિસાગરના લુણાવાડા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. લુણાવાડા શહેર ઉપરાંત પાવાપુર, હરદાસપૂર સહિતના ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.તાપીના ડોલવણમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી ઓલણ નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. પંચોલ ગામની આશ્રમ શાળામાં પાણી ભરાયા હતા. તમામ બાળકોને સલામત સ્થળે ખસેડાયા હતા.
2/6

રાજ્યમાં સવારે 6થી 10માં 72 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ડાંગના વઘઈમાં સૌથી વધુ છ ઈંચ વરસાદ વરસ્યો હતો. તાપીના ઉચ્છલમાં સાડા ત્રણ ઈંચ, ડાંગના આહવામાં સવા ત્રણ ઈંચ, તાપીના ડોલવણમાં બે ઈંચ, મહિસાગરના લુણાવાડામાં બે ઈંચ, નવસારીના વાંસદામાં બે ઈંચ, પંચમહાલના મોરવા હડફમાં પોણા બે ઈંચ, દાહોદના ઝાલોદ અને ડાંગના સુબીરમાં પોણા બે ઈંચ, દાહોદના ફતેપુરા અને તાપીના સોનગઢમાં દોઢ-દોઢ ઈંચ, પાવી જેતપુર અને લીમખેડામાં દોઢ-દોઢ ઈંચ, ગરૂડેશ્વર અને કડાણામાં સવા-સવા ઈંચ, દેવગઢ બારિયા, તિલકવાડા, બોડેલી, જાંબુઘોડા, સંતરામપુરમાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો હતો.
Published at : 02 Sep 2024 11:05 AM (IST)
આગળ જુઓ





















