શોધખોળ કરો
PHOTOS: નૂતન વર્ષ 2082 નો પ્રથમ શનિવાર, સાળંગપુરધામમાં કષ્ટભંજન દેવને ₹10 થી ₹500 ની ચલણી નોટોનો ભવ્ય શણગાર!
વિક્રમ સંવત 2082 ના નવા વર્ષની શરૂઆતના પ્રથમ શનિવારે, સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે બિરાજમાન કષ્ટભંજન દેવ હનુમાનજી ને ભવ્ય શણગાર કરવામાં આવ્યો.
હનુમાનજીને પ્યોર સિલ્ક ના કાપડમાંથી 5 દિવસની મહેનતે તૈયાર કરાયેલા એમ્બ્રોઇડરી વર્ક વાળા વાઘા પહેરાવવામાં આવ્યા હતા. આ સાથે, દાદાના સિંહાસનને ₹10 થી લઈને ₹500 સુધીની વિવિધ ભારતીય ચલણી નોટો થી શણગારવામાં આવ્યું.
1/5

આ વિશેષ દર્શન અને આરતીનો લ્હાવો લેવા માટે પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી અને કોઠારી વિવેકસાગર સ્વામીની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
2/5

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે આજે, તા. 25 ઓક્ટોબર, 2025 ને શનિવારના રોજ, નૂતન વર્ષ વિક્રમ સંવત 2082 ની શરૂઆતના પહેલા શનિવારે દાદાને અદ્ભુત શણગાર કરવામાં આવ્યો હતો. પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું.
Published at : 25 Oct 2025 07:20 PM (IST)
આગળ જુઓ
Advertisement




















