શોધખોળ કરો
ચોમાસા પહેલા જ સૌરાષ્ટ્રમાં વરસાદની 'ધડબડાટી': રાજકોટ, જામનગર જિલ્લામાં ધોધમાર, પાકને ભારે નુકસાનીનો ભય
Rajkot Rain: ઉપલેટા, ગોંડલ, કોટડા સાંગાણી અને શાપર વેરાવળ સહિતના વિસ્તારોમાં મેઘમહેર, અડદ તલ સહિતના ઉનાળુ પાકને વ્યાપક નુકસાનની ભીતિ; સતત ૧૫ દિવસથી કમોસમી માહોલથી ખેડૂતો ચિંતિત
Rain In Saurashtra: સૌરાષ્ટ્રના રાજકોટ અને જામનગર જિલ્લા સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદે ફરી એકવાર હાજરી પૂરી છે. સવારથી ઉકળાટ અને બફારા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન તથા વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. આ અણધાર્યા વરસાદથી ખાસ કરીને ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે.
1/7

છેલ્લા ૧૫ દિવસથી કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતો પરેશાન છે, ત્યારે આજે ફરી એકવાર રાજકોટ અને જામનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
2/7

રાજકોટ શહેરમાં યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી છે.
Published at : 22 May 2025 06:39 PM (IST)
આગળ જુઓ





















