અમદાવાદમાં બીજા નોરતો શેરી ગરબામાં ખૈલેયાઓ મનમૂકીને ઝૂમ્યાં. પાર્ટી પ્લોટમાં બંધ રહેતા આ વર્ષ શેરી ગરબાની રોનક વધી છે. નોરતાની બીજી રાતે ખેલૈયા મનમૂકીને ઝૂમ્યાં.
2/10
અમદાવાદના સાણંદની સ્કાયલાઇન સોસાયટીમાં પણ નોરતાની બીજા રાતે ગરબાનો રંગ જામ્યો હતો. ખેલૈયા પગમાં તાન પહેરીને ગરબે ઘૂમ્યાં હતા.
3/10
અમદાવાદની સંકલ્પ સોસાયટીમાં સોસાયટીના રહીશો પરંપરાગત પરિધાન સાથે ગરબે ધૂમ્યાં હતા.બે તાલી, ત્રણ તાલી સાથે અર્વાચીન ગરબાનો રંગ જામ્યો હતો.
4/10
કોરોનાની મહામારીના કારણે બે વર્ષ બાદ ગરબે ઘૂમવાનો અવસર મળતાં ખેલાડીઓ મનમૂકીને ગરબે ઘૂમ્યા હતાં. અનોખી અદા અને છટામાં ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી.
5/10
નવરાત્રિના બીજા નોરતે પાર્ટી પ્લોટ જેવી જ રોનક અમદાવાદ શેરી ગરબામાં જોવા મળી હતી. નાની નાની બાળકીઓ સોળે શણગાર સજીને ગરબે ઘૂમતી જોવા મળે છે.
6/10
અર્વાચીન ગરબાની રંગતમાં ખૈલૈયા ગુલતાન થયા હતા. નવરાત્રીના બીજા નોરતે રાસ ગરબાની જમાવટ જોવા મળી હતી.
7/10
તાન પહેરીને સંગીત સાથે ખેલૈયા રાસના રંગમાં તરબોળ થયા હતા. ખેલૈયાની અનોખી છટા અને સ્ટાઇલની તસવીરો કેમેરામાં કંડારાય.
8/10
અમદાવાદનાે શેરી ગરબાનો રંગ
9/10
ગરબાની ધૂન પર ગુલતાન થયા ખેલૈયા
10/10
બે વર્ષ બાદ ગરબે ઘૂમવાનો મોકો મળતાં ખેલાયામાં રાસ રમવાનો ગજબ ક્રેઝ જોવા મળ્યો હતો.