શોધખોળ કરો
રેશન કાર્ડમાં આ ભૂલ હશે તો નહીં મળે રાશન, ફટાફટ ઘર બેઠે ચેક કરી લો નહીં તો....
Ration card rules 2025: સરકારે તમામ રાશન કાર્ડ ધારકો માટે eKYC ફરજિયાત કર્યું, નહીં કરાવનારને રાશન મળવાનું બંધ થઈ શકે છે, ઓનલાઈન સ્ટેટસ ચેક કરવાની સરળ રીત જાણો.
Ration card mistake to avoid: ભારત સરકાર દ્વારા દેશના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ઓછા ભાવે રાશન પૂરું પાડવામાં આવે છે. આ યોજનાનો લાભ લાખો લોકો લઈ રહ્યા છે.
1/5

જો કે, સરકારે રેશનકાર્ડને લઈને કેટલાક નિયમો પણ નક્કી કર્યા છે, જેનું પાલન કરવું તમામ લાભાર્થીઓ માટે જરૂરી છે. જો તમે આ નિયમોનું પાલન નહીં કરો તો તમારા માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. હાલમાં જ સરકારે તમામ રાશન કાર્ડ ધારકોને એક મહત્વપૂર્ણ સૂચના આપી છે, જેની અવગણના તમને મોંઘી પડી શકે છે.
2/5

સરકારે તમામ રાશન કાર્ડ ધારકોને તેમના માટે ઇ-કેવાયસી (eKYC) કરાવવું ફરજિયાત બનાવ્યું છે. જે રાશનકાર્ડ ધારકોએ હજુ સુધી આ પ્રક્રિયા પૂર્ણ કરી નથી, તેમને રાશન કાર્ડ દ્વારા મળતી તમામ સુવિધાઓ બંધ થઈ શકે છે. આથી, જો તમારી પાસે પણ રેશન કાર્ડ છે, તો તમારે તાત્કાલિક તપાસ કરવી જોઈએ કે તમારું ઇ-કેવાયસી થયું છે કે નહીં.
Published at : 10 Apr 2025 04:17 PM (IST)
આગળ જુઓ





















