શોધખોળ કરો
Delhi Election Results 2025: જંગપુરાની જંગમાં મનીષ સિસોદિયાને હરાવનારા BJPના તરવિંદર સિંહ મારવાહ કોણ છે ?
Delhi Election Results 2025: જંગપુરાની જંગમાં મનીષ સિસોદિયાને હરાવનારા BJPના તરવિંદર સિંહ મારવાહ કોણ છે ?
તરવિંદર સિંહ મારવાહ
1/6

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીના તોફાનમાં આમ આદમી પાર્ટી સાફ થઈ ગઈ છે. અરવિંદ કેજરીવાલ પણ ચૂંટણી હારી ગયા છે. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયા હાઈ-પ્રોફાઈલ સીટ જંગપુરાથી ચૂંટણી હારી ગયા છે. સિસોદિયાએ પોતાની હાર સ્વીકારી છે. સિસોદિયાને ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર તરવિંદર સિંહ મારવાહ પાસેથી હારનો સામનો કરવો પડ્યો હતો.
2/6

તરવિંદર સિંહ મારવાહ એક સમયે કોંગ્રેસમાં હતા, પરંતુ જુલાઈ 2022માં તેઓ ભાજપમાં જોડાયા હતા. મારવાહ જંગપુરા સીટથી સતત ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. 1998ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ પ્રથમ વખત કોંગ્રેસની ટિકિટ પર જીત્યા હતા. આ પછી તેઓ 2003 અને 2008ની વિધાનસભા ચૂંટણીમાં પણ જીત મેળવીને ધારાસભ્ય બન્યા હતા. 2013 પછી આ પ્રથમ વખત છે જ્યારે તેઓ વિધાનસભાની ચૂંટણી જીત્યા છે.
Published at : 08 Feb 2025 01:51 PM (IST)
આગળ જુઓ





















