શોધખોળ કરો
Gold Plated Ice cream: ભીષણ ગરમીમાં 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ આઈસ્ક્રીમની મોજ માણી રહ્યા છે સુરતીઓ, જુઓ તસવીરો
સુરતમાં ભીષણ ગરમીથી લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે, ગરમીથી બચવા લોકો આઈસ્ક્રીમ, ગોલા સહિત અન્ય ઠંડી વસ્તુઓ ખાતા હોય છે. આ બધા વચ્ચે 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ આઈસક્રીમ આકર્ષણનું કેન્દ્ર બન્યુંછે.

ગોલ્ડ પ્લેટેડ આઈસક્રીમ
1/7

સુરતમાં હાલ લોકોને બે સમસ્યા સૌથી વધુ નડી રહી છે એક છે સતત વધી રહેલા સોનાનો ભાવ અને બીજી બાજુ અસહ્ય ગરમી.. જોકે સુરતના લોકો આ બંને સમસ્યાનો એક હલ મળી ગયો છે ગરમી વચ્ચે લોકો 24 કેરેટ ગોલ્ડ પલેટેડ આઈસ્ક્રીમની મજા માણી રહ્યા છે.
2/7

આઇસ્ક્રીમ પ્રેમીઓ માટે સુરતમાં એક ખાસ આઈસ્ક્રીમ આજે હોટ ફેવરેટ બની ગઈ છે આઈસ્ક્રીમ સામાન્ય આઈસ્ક્રીમ કે ફ્લેવરમાં નથી, પરંતુ આઈસ્ક્રીમ જોઈને તમારી આંખ ખુલીની ખુલી રહી જશે.
3/7

આઈસ્ક્રીમ 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ છે આ ખાસ પ્રકારની આઇસ્ક્રીમ ની ઉપર 24 કેરેટ ગોલ્ડનો અર્ક લગાડવામાં આવે છે. એટલું જ નહીં આ આઈસ્ક્રીમ જે કોનમાં આપવામાં આવે છે તે પણ ખાસ પ્રકારનો નાના ગોલ્ડબોલ થી સજાવવામાં આવે છે.
4/7

આમ તો તમે લોકોએ અનેક આઈસ્ક્રીમ જોયા હશે પરંતુ આઈસ્ક્રીમ પ્રેમીઓને ગોલ્ડ પ્લેટેડ આઈસ્ક્રીમ પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું છે.
5/7

આ ખાસ આઈસ્ક્રીમ ની કિંમત 1000 રૂપિયા છે સાથે તમને 18% જીએસટી પણ ભરવું પડે છે આટલું મોંઘુ આઈસ્ક્રીમ હોવા છતાં એની ડિમાન્ડ ગરમીમાં સૌથી વધારે છે લોકો આઈસ્ક્રીમ ખાવા માટે દૂર દૂરથી આવે છે.
6/7

હાલ સોનાનો ભાવ સૌથી ઉચ્ચ સપાટી પર છે ત્યારે લોકો સોનાના ઘરેણા ની ખરીદી ઓછી કરી રહ્યા છે પરંતુ આઈસ્ક્રીમ ખરીદવામાં પાછળ પણ રહી રહ્યા નથી.
7/7

આ કોન ની અંદર અલગ અલગ આઈસ્ક્રીમના ફ્લેવર હોય છે જેમાં ગોલ્ડ ચોકલેટ નો પણ સમાવેશ થાય છે. અંદર બ્રાઉની અને સજાવવા માટે ટોપિંગ હોય છે એટલું જ નહીં અંદર ડ્રાયફ્રુટ ચોકો સીરપ સાથે ઉપર 24 કેરેટ ગોલ્ડ કવર કરવામાં આવે છે.
Published at : 11 May 2023 11:18 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
