શોધખોળ કરો
Secret Jail: 'જીવતુ મોત હતુ શેખ હસીનાની સિક્રેટ જેલ, ખેંચીની ઉખાડી નંખાતા હતા શરીરના આ 'ભાગો'' યાતનાઓ જાણીને ચોંકી જશો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્યાંના કેદીઓને કલાકો સુધી સખત અને ક્રૂર યાતનાઓ સહન કરવી પડી હતી
એબીપી લાઇવ
1/12

Sheikh Hasina Secret Jail: શેખ હસીનાએ 5 ઓગસ્ટ, 2024ના રોજ બાંગ્લાદેશ છોડી દીધું હતું. જ્યારે 10 ઓગસ્ટે આઇના ઘરમાંથી કેદીઓને છોડવામાં આવ્યા ત્યારે તેમની સંખ્યા માત્ર 100 હતી. 500 કેદીઓ ગુમ થઇ ગયેલા હતા.
2/12

ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં બળવા પછી ભૂતપૂર્વ વડાપ્રધાન અને અવામી લીગના નેતા શેખ હસીના (76) ની ગુપ્ત જેલ, જ્યાં કેદીઓને ભારે ત્રાસ આપવામાં આવતો હતો, તે ખાલી કરવામાં આવી છે. જાણો આ સિક્રેટ જેલની અંદર શું શું થતુ હતુ.
3/12

શેખ હસીનાની ગુપ્ત જેલ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં છે, જેને 'આઇના ઘર' તરીકે પણ ઓળખવામાં આવે છે.
4/12

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્યાંના કેદીઓને કલાકો સુધી સખત અને ક્રૂર યાતનાઓ સહન કરવી પડી હતી.
5/12

મીરપુર (ઢાકામાં)માં બનેલી આ જેલમાં કેદીઓને 20 ફૂટ ઉંચી દિવાલોના ઘેરામાં રાખવામાં આવતા હતા.
6/12

એવું કહેવાય છે કે સૂર્યપ્રકાશ પણ અંધારકોટડી સુધી પહોંચ્યો ન હતો. એક સેલમાં ત્રણ લોકોને રાખવામાં આવ્યા હતા.
7/12

વિપક્ષી પાર્ટી બીએનપીની વિદ્યાર્થી પાંખ છાત્રદળના મોહમ્મદ અતીકને ત્યાં દોઢ મહિના સુધી કેદ કરવામાં આવ્યો હતો. 8 ઓગસ્ટના રોજ રીલિઝ થઈ હતી.
8/12

જેલમાંથી બહાર આવ્યા બાદ મો અતીકે હિન્દી અખબાર 'ડીબી'ને કહ્યું, "આયના ઘર નર્કથી પણ ખરાબ હતું."
9/12

મોહમ્મદ અતીકે કહ્યું કે જેલમાં કેદીઓના નખ પેઈર વડે ખેંચવામાં આવતા હતા અને કલાકો સુધી તેમને ઉંધા લટકાવવામાં આવતા હતા.
10/12

આ ગુપ્ત જેલ આઠ વર્ષથી સેનાની ઈન્ટેલિજન્સ વિંગની દેખરેખ હેઠળ ચલાવવામાં આવી રહી હતી. ત્યાં 600 કેદીઓ હતા.
11/12

હાલમાં આઇના ઘર ખાલી છે. માત્ર 100 જ ત્યાંથી ભાગી શક્યા હતા, જ્યારે 500 ગુમ થયા હતા. તેનો કોઈ પત્તો નથી.
12/12

એવું પણ કહેવામાં આવ્યું હતું કે શેખ હસીના વિરોધી નેતાઓ, અધિકારીઓ અને પત્રકારો આઇના ઘરમાં કેદ છે.
Published at : 13 Aug 2024 02:27 PM (IST)
આગળ જુઓ
Advertisement




















