શોધખોળ કરો
Dubai Couple: પત્ની બિકીની પહેરી શકે તે માટે દુબઈના આ વ્યક્તિએ 418 કરોડમાં ખરીદ્યો ટાપુ, જુઓ કપલની તસવીરો
Dubai Couple: દુબઈના એક વ્યક્તિએ એવું કામ કર્યું છે. જેના વિશે સાંભળીને કોઈપણના હોશ ઉડી જશે. તો ચાલો જાણીએ કે તેણે કયું પરાક્રમ કર્યું જે વાયરલ થઈ રહ્યું છે.

દુબઈમાં રહેતી એક મહિલાએ દાવો કર્યો છે કે તેના કરોડપતિ પતિએ તેના માટે એક ખાનગી ટાપુ ખરીદ્યો છે. જ્યાં તે કોઈપણ સમસ્યા વિના બિકીની પહેરી શકે છે.
1/6

26 વર્ષીય સાઉદી અલ નદાકે કેપ્શન સાથે પ્રાઈવેટ આઈલેન્ડનો એક ઈન્સ્ટાગ્રામ વીડિયો શેર કર્યો છે, જેમાં લખ્યું છે કે તે બિકીની પહેરવા માંગતી હતી તેથી તેના કરોડપતિ પતિએ તેના માટે 418 કરોડ રૂપિયાનો આઈલેન્ડ ખરીદ્યો છે.
2/6

દુબઈના બિઝનેસમેન જમાલ અલ નદાકે બ્રિટિશ મૂળની યુવતી સાથે લગ્ન કર્યા છે. તે પોતાની પત્નીને બિકીની પહેરવાથી રોકવા માંગતો ન હતો. એટલા માટે તેણે એક ખાનગી ટાપુ ખરીદ્યો.
3/6

હાઈ-પ્રોફાઈલ દુબઈ કપલની મુલાકાત ત્યારે થઈ જ્યારે તેઓ બંને દુબઈમાં અભ્યાસ કરતા હતા અને હવે તેમના લગ્નને ત્રણ વર્ષથી વધુ સમય થઈ ગયો છે.
4/6

સોશિયલ મીડિયા પર પણ આ કપલના લાખો ફોલોઅર્સ છે. જે અવારનવાર મોંઘી ચીજોના વીડિયો પોસ્ટ કરતી રહે છે. ઉદાહરણ તરીકે, એકમાં તેણે હીરાની સોલિટેર રિંગ પર 1 મિલિયન ડોલર ખર્ચ્યા હોવાનો દાવો કર્યો હતો અને બીજામાં, તેણે પેઇન્ટિંગ પર 2 મિલિયન ડોલર ખર્ચ્યા હોવાનો દાવો કર્યો હતો.
5/6

સાઉદી અલ નદાક આ પ્રાઈવેટ આઈલેન્ડ વિશે કહે છે કે તેના પતિ ઈચ્છતા હતા કે તે બીચ પર સુરક્ષિત અનુભવે, તેથી તેણે 418 કરોડ રૂપિયા ખર્ચીને તેને ખરીદ્યો.
6/6

સાઉદી અલ નાદાકના પતિએ ખરીદેલા ટાપુનું સ્થાન હજુ સુધી કન્ફર્મ કરવામાં આવ્યું નથી. જો કે, આ માહિતી સંબંધિત પોસ્ટને અત્યાર સુધીમાં 2.4 મિલિયનથી વધુ વખત જોવામાં આવી છે.
Published at : 26 Sep 2024 02:59 PM (IST)
આગળ જુઓ
Advertisement