શોધખોળ કરો
Vladimir Putin Salary: જાણો વ્લાદિમીર પુતિનને કેટલો મળે છે પગાર, શું છે તેમની ફિટનેસનું રાજ ?
પુતિન આ વખતે રાષ્ટ્રપતિ બની ગયા છે. આ સાથે જ તેઓ જોસેફ સ્ટાલિનના 29 વર્ષના કાર્યકાળને પાછળ છોડી દેશે

(તસવીર- એબીપી અસ્મિતા ન્યૂઝ)
1/8

Vladimir Putin: વ્લાદિમીર પુતિને ફરી એકવાર ચૂંટણી જીતી લીધી છે. આવી સ્થિતિમાં તેઓ રશિયાના સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર નેતા બની ગયા છે. અહીં અમે તમને જણાવી રહ્યાં છીએ કે, પુતિનને કેટલો પગાર મળે છે અને તેની ફિટનેસનું રહસ્ય શું છે?
2/8

રશિયન ચૂંટણી અધિકારીઓએ કહ્યું છે કે વિરોધ છતાં, પુતિનને 80 ટકા પ્રદેશોમાં 87 ટકા મત મેળવ્યા અને જીત હાંસલ કરી છે. આ રીતે વ્લાદિમીર પુતિનને ફરી એકવાર 6 વર્ષનો કાર્યકાળ મળી ગયો છે. પુતિન 1999થી રશિયા પર શાસન કરી રહ્યા છે.
3/8

પુતિન આ વખતે રાષ્ટ્રપતિ બની ગયા છે. આ સાથે જ તેઓ જોસેફ સ્ટાલિનના 29 વર્ષના કાર્યકાળને પાછળ છોડી દેશે. લગભગ બધા જાણે છે કે પુતિન પહેલા કેજીબી એજન્ટ હતા, પુતિન સોવિયત યુનિયનની સેનામાં ફરજ બજાવી ચૂક્યા છે, જેના કારણે પુતિન ઘણીવાર સૈન્ય કસરતો કરતા જોવા મળે છે.
4/8

રશિયાના ચૂંટણી પંચ અનુસાર, 2018 અને 2024 વચ્ચે પુતિનની આવક આશરે 67.6 મિલિયન રુબેલ્સ હતી, જે લગભગ $753,000 ની સમકક્ષ છે. ન્યૂઝવીકના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આ રકમમાં તેમના રાષ્ટ્રપતિનો પગાર, બેંક ડિપોઝિટમાંથી કમાણી, સૈન્ય પેન્શન અને સંપત્તિના વેચાણથી થતી આવકનો સમાવેશ થાય છે.
5/8

રશિયા-યુક્રેન યુદ્ધ બાદ અમેરિકાએ રશિયા પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે, પરંતુ તેની અસર વ્લાદિમીર પુતિન પર નથી પડી. કહેવાય છે કે પુતિન પાસે અપાર સંપત્તિ છે, જેના કારણે તેઓ વૈભવી જીવન જીવે છે. પુતિન પાસે કાળા સમુદ્રની નજીક એક મહેલ અને સેંકડો લક્ઝરી કાર અને દરિયાઈ જહાજો પણ છે.
6/8

રશિયન પ્રેસિડેન્ટ ઓફિસ ક્રેમલિન અનુસાર વ્લાદિમીર પુતિનને 1.40 લાખ ડોલરનો પગાર મળે છે, ભારતીય રૂપિયામાં આ રકમ 1.05 કરોડ થઈ જાય છે. લોકપ્રિય હસ્તીઓ પર નજર રાખતી વેબસાઈટ caknowledge અનુસાર, પુતિનનો વાર્ષિક પગાર 2.40 લાખ ડોલર એટલે કે 1.80 કરોડ ભારતીય રૂપિયા છે.
7/8

પુતિન પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલ અને ફિટનેસ માટે જાણીતા છે. પુતિન પાસે લગભગ 750 કરોડ રૂપિયાની એક સુપરયાટ પણ છે, જેમાં પુતિન બેસીને દરિયામાં મજા કરે છે. આ સુપરયાટમાં હેલિપેડ, ડાઇનિંગ એરિયા અને કોકટેલ જેવી સુવિધાઓ છે. કહેવાય છે કે આ સુપરયાટમાં દુનિયાની સૌથી મોંઘી દારૂની 400 બોટલો રાખવામાં આવી છે.
8/8

પુતિન હવે 71 વર્ષના છે, પરંતુ એકદમ ફિટ દેખાય છે. ઘણી વખત તેઓ શિકાર કરતા અને બરફના પાણીમાં તરતા પણ જોવા મળ્યા છે. પુતિનને ઘણી વખત સમુદ્રમાં સબમરીન ચલાવતા પણ જોવામાં આવ્યા છે. પુતિન પહેલા સેનામાં હતા તેથી ફિટનેસ પુતિનના જીવનનો એક ભાગ બની ગઈ છે.
Published at : 18 Mar 2024 12:38 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
બિઝનેસ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
