નવી દિલ્હીઃ અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ આજે 20 વર્ષ અમેરિકાએ પોતાના સૈનિકોને ત્યાંથી પુરેપુરી રીતે પરત બોલાવી લીધા છે. અમેરિકાએ પોતાના સૈનિકોની વાપસી કરી લીધી છે.અમેરિકન નાગરિકો અને અફઘાન નાગરિકોને ત્યાંથી બહાર કાઢવા માટેના મિશનને ખતમ કરવાની જાહેરાત કરી દીધી છે. જુઓ અફઘાનિસ્તાનમાં અમેરિકન સેનાની છેલ્લી તસવીરો......
2/11
અમેરિકાએ અફઘાનિસ્તાનમાં પોતાની રાજનાયિક ઉપસ્થિતિને પણ ખતમ કરી દીધી છે અને તે કરતમાં શિફ્ટ થઇ ગયા છે.
3/11
કાબુલ એરપોર્ટ પર મોડી રાત્રે 3 વાગેને 29 મિનીટે (ઇસ્ટર્ન ટાઇમ ઝૉન) પર વિમાનોએ ઉડાન ભરી. આ અમેરિકન સૈનિક અફઘાનિસ્તાનમાંથી નીકળનારા છેલ્લા સૈનિકો છે.
4/11
અમેરિકાએ સમય સીમા પહેલાજ પોતાના સૈનિકોને વાપસીની પુષ્ટી કરી છે. અમેરિકા સેન્ટ્રલ કમાનના જનરલ ફ્રેન્ક મેકેન્જીએ અભિયાન સંપન્ન થવાની સત્તાવાર જાહેરાત કરી.
5/11
કાબુલ એરપોર્ટ પર અમેરિકન વાયુસેનાના એક મોટા વિમાનમાં અમેરિકન સેનાના હેલિકૉપ્ટરો રવાના કરવામાં આવ્યા.
6/11
અફઘાનિસ્તાન છોડ્યા બાદ અમેરિકન રાષ્ટ્રપતિ જૉ બાઇડને કહ્યું - જે અફઘાન પોતાના દેશમાંથી નીકળવા માગે છે, તેના માટે કોઇ ડેડલાઇન નથી.
7/11
બાઇડેને કહ્યું કે, અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકો જો ત્યાંથી બહાર નીકળવા માંગે છે તો અમેરિકા તેની સંભવ મદદ કરશે.
8/11
તાલિબાને દેશમાં અમેરિકન સૈનાની પૂર્ણ વાપસી બાદ અફઘાનિસ્તાનને પુરેપુરી રીતે સ્વતંત્ર થવાની જાહેરાત કરી દીધી છે.
9/11
તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લા મજાહિદે કહ્યું- તમામ અમેરિકન સૈનિકો કાબુલ એરપોર્ટ પરથી રવાના થઇ ગયા છે, અને હવે આપણો દેશ પુરેપુરી રીતે સ્વતંત્ર છે.
10/11
તાલિબાની લડવૈયાઓએ અમેરિકન વિમાનોને રવાના થતા જોયા અને પછી હવામાં ગોળીઓ ચલાવી અને પોતાની જીતનો જશ્ન મનાવ્યો હતો.
11/11
કાબુલ એરપોર્ટ પર તૈનાત તાલિબાનના એક લડવૈયાએ કહ્યું- છેલ્લા પાંચ વિમાન રવાના થઇ ગયા છે, અને હવે આ અભિયાન સમાપ્ત થઇ ગયુ છે. અમારી ખુશી વ્યક્ત કરવા મારી પાસે શબ્દ નથી. અમારુ 20 વર્ષનુ બલિદાન કામ આવ્યુ.