Junagadh Politics: જૂનાગઢની રાજનીતિમાં નવા જૂનીના એંધાણ ! શું જવાહર ચાવડા AAPમાં જોડાશે ?
જૂનાગઢ જિલ્લાની રાજનીતિમાં મોટી ઉથલપાથલના એંધાણ છે.ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ આમ આદમી પાર્ટીની સભામાં હાજરી આપતા અનેક અટકળો વહેતી થઈ..રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે કે, શું ભાજપથી નારાજ ચાલતા આ દિગ્ગજ નેતા શું આમ આદમી પાર્ટીમાં જોડાશે.?જૂનાગઢના અમરાપુરના આકાળા અને વિરડી ગામમાં આમ આદમી પાર્ટીના નેતા પિયૂષ પરમારની સભા યોજાઈ હતી, જેમાં ભાજપ નેતા જવાહર ચાવડા ઉપસ્થિત રહ્યા. આમ આદમી પાર્ટીના આગેવાનો સાથે જવાહર ચાવડાની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ. જવાહર ચાવડા ભાજપના દિગ્ગજ નેતા છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ પક્ષમાં હાંસિયામાં ધકેલાઈ ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આવા સમયે આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં તેમની હાજરીએ અનેક સવાલો ઊભા કર્યા છે. શું તેઓ ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાશે? કે પછી આ માત્ર રાજકીય દાવપેચનો એક ભાગ છે? આ તમામ સવાલોના જવાબ આગામી દિવસોમાં જ મળશે. પરંતુ હાલ પૂરતું આ ઘટનાએ જૂનાગઢના રાજકારણમાં મોટી હલચલ મચાવી દીધી છે.



















