શોધખોળ કરો
Advertisement

Happy Birthday Virat Kohli: રન મશીન કોહલીના આ રેકોર્ડ તોડવા છે મુશ્કેલ, બોલિંગમાં કરી ચુક્યો છે અનોખું કારનામું
HBD Kohli: ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આજે 35 વર્ષનો થઈ ગયો છે. જ્યારથીકોહલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું છે ત્યારથી કોઈ પણ ખેલાડી તેના બરાબર રન બનાવી શક્યો નથી.

વિરાટ કોહલી
1/8

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલીની બરાબરી કોઈ ખેલાડી સદી ફટકારી શક્યો નથી. આ કારણે જ વિરાટ કોહલીને ગ્રેટેસ્ટ ઓફ ધ ગેમ કહેવામાં આવે છે. વિરાટ કોહલી એવો ખેલાડી છે જે જો ક્રિઝ પર હોય તો વિરોધી ટીમ તેની જીત નિશ્ચિત માની શકતી નથી. ક્રિકેટનું કોઈપણ ફોર્મેટ હોય.
2/8

કોહલી રેકોર્ડનો રાજા છે અને તે દરેક મેચ સાથે નવા નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. જો કે, વિરાટે કેટલાક અનોખા રેકોર્ડ પણ બનાવ્યા છે જેને તોડવું અશક્ય લાગે છે. આવો અમે તમને તેમના જન્મદિવસ પર આવા પાંચ રેકોર્ડ વિશે જણાવીશું.
3/8

વર્ષ 2018માં વિરાટ કોહલીએ ઈડન ગાર્ડનમાં શ્રીલંકા સામે રમાયેલી ટેસ્ટ મેચમાં કેપ્ટન તરીકે અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. વિરાટ આ મેચની પ્રથમ ઈનિંગમાં ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યો હતો જ્યારે બીજી ઈનિંગમાં તેણે સદી ફટકારી હતી. એક જ ટેસ્ટ મેચમાં શૂન્ય પર આઉટ થનાર અને સદી ફટકારનાર વિરાટ એકમાત્ર કેપ્ટન છે.
4/8

વિરાટ કોહલીને ODI ક્રિકેટમાં ચેઝ માસ્ટર પણ કહેવામાં આવે છે. કોહલીએ 50 ઓવરના ફોર્મેટમાં રનનો પીછો કરતા અત્યાર સુધીમાં કુલ 26 સદી ફટકારી છે. આ મામલે વિરાટ સચિન તેંડુલકર કરતા પણ આગળ છે. સચિને પોતાની કારકિર્દીમાં પીછો કરતાં 17 સદી ફટકારી છે.
5/8

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 10,000 રન પૂરા કરવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. કોહલીએ વર્ષ 2018માં વેસ્ટ ઈન્ડિઝ સામે સતત બે સદી ફટકારીને આ સ્થાન હાંસલ કર્યું હતું. વિરાટે પોતાની 205મી ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી અને સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો. સચિને તેની 259મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.
6/8

વિરાટના નામે બેટથી તો ઘણા મોટા રેકોર્ડ છે, પરંતુ બોલ સાથે પણ કોહલીએ એક અનોખું કારનામું કર્યું છે જે આજ સુધી કોઈ બોલર કરી શક્યો નથી. 2011માં કોહલીએ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ લીગલ બોલ નાખ્યા વગર વિકેટ લીધી હતી. વાસ્તવમાં કોહલીએ વાઈડ બોલ નાખ્યો હતો, જેના પર કેવિન પીટરસન આગળ વધીને શોટ લેવાનો પ્રયાસ કરતા સ્ટમ્પ થઈ ગયો હતો.
7/8

વિરાટ કોહલી એક સમયે વિશ્વનો એકમાત્ર એવો બેટ્સમેન હતો જેની ટેસ્ટ, ODI અને T20 ક્રિકેટમાં 50થી વધુની એવરેજ હતી. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં ટેસ્ટ ક્રિકેટમાં તેનું ફોર્મ સારું રહ્યું ન હતું. આ કારણે તેની એવરેજમાં ઘટાડો થયો હતો.
8/8

કોહલી શારીરિક રીતે ફિટ હોવા ઉપરાંત માનસિક રીતે પણ મજબૂત છે. આ જ કારણ છે કે તે કોઈ પણ સંજોગોમાં ગભરાતો નથી. ( તમામ તસવીર સૌજન્યઃPTI)
Published at : 05 Nov 2023 08:37 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
દેશ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર


gujarati.abplive.com
Opinion