શોધખોળ કરો
Virat Kohliને ટીમ ઈન્ડિયામાંથી કોઈ બહાર નહી કરી શકે, આ ભારતીય ખેલાડીએ આપી પ્રતિક્રિયા
કોહલી લાંબા સમયથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે અને નવેમ્બર 2019 પછી તેણે કોઈ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી નથી.

વિરાટ કોહલી
1/5

કોહલી લાંબા સમયથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે અને નવેમ્બર 2019 પછી તેણે કોઈ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી નથી. કોહલી ઈંગ્લેન્ડના પ્રવાસમાં અડધી સદી પણ ફટકારી શક્યો નથી અને હાલ વેસ્ટ ઈન્ડીઝ સામે ચાલી રહેલી વ્હાઇટ-બોલ સિરીઝનો પણ ભાગ નથી. ઝિમ્બાબ્વે સામેની આગામી વનડે શ્રેણી માટે પણ કોહલી ઉપલબ્ધ નહી હોય.
2/5

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર વસીમ જાફરનું માનવું છે કે, ટી20 ક્રિકેટમાં અવિશ્વસનીય સ્ટ્રાઈક રેટ અને સરેરાશ ધરાવતા સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી જેવા ખેલાડીને કોઈ બહાર નહીં કરી શકે. જાફરનું કહેવું છે કે, વિરાટ જ્યારે તેના ફોર્મમાં પાછો ફરશે ત્યારે તે વધુ સારું રમશે.
3/5

જાફરે શેરચેટ એપ પર કહ્યું કે, "વિરાટ ટીમમાં તેના નંબર 3 સ્થાન પર રમશે. કેએલ રાહુલ અને રોહિત શર્માએ ઓપનિંગ કરવું જોઈએ, મને લાગે છે કે રિષભ પંત, સંજુ સેમસન અને ઈશાન કિશન જેવા અન્ય ખેલાડીઓ ટીમમાં યોગદાન આપી શકે છે."
4/5

જાફરે વધુમાં કહ્યું કે, "ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ફિટ થવું ખૂબ જ મુશ્કેલ છે. ચેતેશ્વર પૂજારા જેવા ખેલાડીઓ માટે મને ઘણું છે. છતાં, કોઈ પણ ખેલાડી કોહલી જેવું રમી શકે નહીં.
5/5

ટ્વિટર પર માઈકલ વોન સાથેના તેમના અવારનવાર મૈત્રીપૂર્ણ જોક્સને યાદ કરતાં જાફરે કહ્યું, "કોઈ પણ ટોમ, ડિક અને હેરી આવે છે અને ભારતને કંઈ પણ કહીને જતો રહે છે. તે મને પસંદ નથી. મને લાગે છે કે તેઓએ મને જવાબ આપવો જોઈએ."
Published at : 01 Aug 2022 08:07 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
જામનગર
ક્રાઇમ
દેશ
ક્રાઇમ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
