શોધખોળ કરો
મુંબઇને મોટો ઝટકો, RCB સામેની પહેલી મેચમાંથી જ બહાર થયો આ તોફાની બેટ્સમેન, જાણો વિગતે

quinton_de_kock_03
1/7

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝનની શરૂઆત આગામી 9મી એપ્રિલે થઇ રહી છે. 14મી સિઝનની પહેલી મેચ પાંચવારની ચેમ્પિયન ટીમ મુંબઇ ઇન્ડિયન્સ અને વિરાટ કોહલીની ટીમ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વચ્ચે રમાશે.
2/7

આઇપીએલની પ્રથમ અને મુંબઇની ઇન્ડિયન્સની પણ આ પહેલી મેચ છે, અને પહેલી મેચ પહેલા જ રોહિતની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. મુંબઇ ઇન્ડિયન્સનો સ્ટાર ખેલાડી ક્વિન્ટૉન ડી કૉક પહેલી મેચમાંથી બહાર થયો છે.
3/7

કોરોના વાયરસના સખત પ્રૉટોકોલના કારણે ક્વિન્ટૉન ડી કૉક આરસીસી વિરુદ્ધ રમાનારી પ્રથમ મેચમાં નહીં રમી શકે. ડીકૉક 7 એપ્રિલે ભારત પહોંચ્યો છે. બીસીસીઆઇએ પહેલાજ સ્પષ્ટ કરી દીધુ હતુ કે વિદેશથી આવનારા ખેલાડીઓને ભાર પહોંચ્યા બાદ 7 દિવસ ક્વૉરન્ટાઇન રહેવુ પડશે.
4/7

ડી કૉક પાકિસ્તાન વિરુદ્ધ વનડે સીરીઝ રમ્યા બાદ ભારત પહોંચ્યો છે. ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ આઇપીેલ રમનારા ખેલાડીઓને બીજી વનડે બાદ ભારત આવવાની પરમીશન આપી દીધી હતી.
5/7

ક્રિકેટ દક્ષિણ આફ્રિકાની નજર આ વર્ષે રમનારા ટી20 વર્લ્ડકપ પર છે. એટલે આઇપીએલ રમનારા તમામ ખેલાડીઓને ટી20 સીરીઝ પહેલા જ ભારત મોકલી દેવામાં આવ્યા છે.
6/7

ક્વિન્ટૉન ડી કૉક પ્રથમ મેચમાં નથી રમવાનો તો તેની જગ્યાએ રોહિત શર્મા ક્રિસ લીનને મોકો આપી શકે છે, કેમકે ક્રિસ લીન 14મી સિઝન માટે ગયા મહિને જ મુંબઇ ઇન્ડિયન્સની ટીમ સાથે જોડાઇ ગયો હતો.
7/7

ખાસ વાત છે કે ક્વિન્ટૉન ડી કૉક મુંબઇ ઇન્ડિસન્સો સૌથી સક્સેસ બેટ્સમેન છે. તેને ગત વર્ષ 16 મેચોમાં 503 રન બનાવીને તરખાટ મચાવી દીધો હતો.
Published at : 08 Apr 2021 12:23 PM (IST)
આગળ જુઓ
Advertisement