શોધખોળ કરો
સ્માર્ટફોન સ્લૉ કામ કરી રહ્યો હોય તો આ એક ટ્રિક્સથી ફોનની સ્પીડ કરી દો ડબલ, જાણો ટ્રિક્સ.....
smartphone
1/4

નવી દિલ્હીઃ ભારતમાં અત્યારે દેશી અને વિદેશી તમામ કંપનીઓના લેટેસ્ટ સ્માર્ટફોન અવેલેબલ છે. આ તમામ સ્માર્ટફોનમાં રેમ, સ્ટૉરેજ, પ્રૉસેસર અને કેમેરાને લઇને લેટેસ્ટ ફિચર્સ પણ અવેલેબલ હોય છે. પરંતુ ખાસ વાત છે કે આવા એન્ડ્રોઇડ ફોન અમૂક સમય બાદ સ્લૉ કામ કરવા લાગે છે. જો તમારો સ્માર્ટફોન (Smartphone) પણ વધારે સ્લૉ થઇ ગયો હોય તો તેને તમે ઘરે જ ઠીક કરી શકો છે. જ્યારે સ્માર્ટફોનનો ઉપયોગ વધી જાય ત્યારે ધીમે ધીમે ફોનની સ્પીડ (Smartphone Speed) પણ ઓછી થવા લાગે છે. સ્માર્ટફોનની સ્પીડ ઓછી થવા પાછળ રેમ, સ્ટૉરેજ અને પ્રૉસેસર ઉપરાંત બીજા કેટલાક ફેક્ટરો કામ કરતા હોય છે. અહીં તમને એક એવી ટ્રિક્સ (Smartphone Tricks) બતાવી રહ્યાં છે, જેના ઉપયોગથી તમારા ફોનની સ્પીડ ફાસ્ટ થઇ જશે. ફોનમાં કેટલીય એવી નાની વસ્તુઓ હોય છે જેનુ ખાસ ધ્યાન રાખવુ પડે છે.
2/4

સ્ટૉરેજ ફૂલ ના થવા દો.... કેટલીયવાર તમારા ફોનનુ સ્ટૉરેજ ફૂલ થઇ જાય છે, જેના કારણે તેમાં નવી એપ ઇન્સ્ટૉલ નથી કરી શકાતી. તમારા ફોનનુ પરફોર્મન્સ પણ તેનાથી પ્રભાવિત થાય છે. આવામાં જો તમારુ સ્ટૉરેજ ફૂલ થઇ ગયુ છે તો તેમાંથી કેટલીક વસ્તુઓ ડિલીટ કરીને સ્પેસ વધારી દો. આનાથી ફોનની સ્પીડ વધી જશે.
Published at : 18 May 2021 04:29 PM (IST)
આગળ જુઓ





















