Oppo A72 5G- 1899 યુઆન (20,220 રૂપિયા)ની કિંમત વાળો Oppo A72 5G સ્માર્ટફોન પણ ઓક્ટોબરમાં જબરદસ્ત વેચાયો. આ ફોન Mali-G75 GPUની સાથે ઓક્ટાકૉર મીડિયાટેક ડાઇમેન્સિટી 720 SoC પર કામ કરે છે.
2/6
Huawei Nova 7 5G- આ લિસ્ટમાં Huawei Nova 7 5Gનુ નામ પણ સામેલ છે. આ ફોન પણ યૂઝર્સને ખુબ પસંદ આવ્યો છે. ફોન એપ્રિલ 2020માં ચીનમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો, ફોનમાં કંપનીએ ખુદનુ પ્રૉસેસર Kirin 985 યૂઝ કર્યુ છે.
3/6
Samsung Galaxy Note 20 Ultra 5G- સેમસંગનો Galaxy Note 20 Ultra 5G દુનિયાનો સૌથી વધુ વેચાનારો એન્ડ્રોઇડ ફોન બનીને સામે આવ્યો છે. 5G સ્માર્ટફોનના કુલ માર્કેટના ચાર ટકા શેર આ ફોનનો રહ્યો. ઓક્ટોબર મહિનામાં આ ફોન દુનિયાભરમાં ખુબ ખરીદવામાં આવ્યો.
4/6
iPhone 12 Pro- વળી ઓક્ટોબરમાં iPhone 12 Pro બીજો સૌથી વધુ વેચાનારો 5G સ્માર્ટફોન રહ્યો. આઇફોન 12 અને 12 Proએ સ્માર્ટફોનના કુલ માર્કેટમાં એક ચતુર્થાંસ ભાગ પર પોતાનો કબજો જમાવી રાખ્યો.
5/6
iPhone 12- તાજા રિપોર્ટ પ્રમાણે આ વર્ષે ઓક્ટોબરમાં 5G સ્માર્ટફોનના કુલ માર્કેટના 16 ટકા પર iPhone 12નો કબજો રહ્યો, આ મહિને iPhone 12 સૌથી વધુ વેચાનારો 5G સ્માર્ટફોન બની ગયો છે. આઇફોન 12 સીરીઝ અંતર્ગત કંપનીએ ચાર મૉડલ લૉન્ચ કર્યા છે.
6/6
નવી દિલ્હીઃ દુનિયા 5G ટેકનોલૉજી તરફ ઝડપથી વધી રહી છે. આ વર્ષ દેશ અને દુનિયામાં કેટલાય સારા 5G સ્માર્ટફોન લૉન્ચ કરવામાં આવ્યા છે. એપલે પણ પોતાના લેટેસ્ટ આઇફોન 12ને 5G ટેકનોલૉજી સાથે માર્કેટમાં ઉતારી દીધો છે. આ ઉપરાંત સેમસંગ, હ્યૂવાને, ઓપ્પો સહિતની બ્રાન્ડે પણ પોતાના લેટેસ્ટ સ્માર્ટફોન 5G ટેકનોલૉજી સાથે લૉન્ચ કર્યા છે. અહીં અમે તમને આ વર્ષે માર્કેટમાં ધૂમ મચાવનારા 5G સ્માર્ટફોન વિશે બતાવી રહ્યાં છીએ.