ટાટા ટિયાગોને દિલ્હી ઓટો એક્સ્પો 2016 દરમિયાન શોકેસ કરવામાં આવી હતી. કંપનીએ પહેલા આ કારનું નામ ટાટા ઝીકા રાખ્યું હતું પરંતુ બાદમાં તેને બદલીને ટિયાગો કરવામાં આવ્યું. કારને જોયા બાદ કહી શકાય કે કંપનીએ આ કારની ડિઝાઈન અને લુક પર ઘણી મહેનત કરી છે. કારની ડિઝાઈન બિલકુલ ફ્રેશ નજર આવે છે.
2/6
ટોપ એન્ડ વેરિઅન્ટમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ, એબીએસ, ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ ઓઆરવીએમ (ORVMs) અને સ્ટીયરિંગ માઉન્ટેડ ઓડિયો કન્ટ્રોલ જેવા ઘણાં ફીચર્સ સામેલ છે. ટાટા ટિયાગોની ભારતીય બજારમાં સ્પર્ધા મારુતિ સુઝુકી સેલેરિયો, હ્યુન્ડાઈ ગ્રાન્ડ આઈ10 અને શેવરલે બીટની સાથે થશે.
3/6
ઉપરાંત ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, યૂએસબી અને ઓક્સ કનેક્ટિવિટી, મેપમાયઇન્ડિયા એપ જેવા ફીચર્સ પણ સામેલ છે. આ કારમાં જ્યૂક એપ પણ લગાવવામાં આવી છે જેની મદદથી તમે એકથી વધારે મોબાઈલ ફોનને પેર કરી શકો છો. કંપનીનું કહેવું છે કે, યુવાઓને ધ્યાનમાં રાખતા કારમાં ઘણાં સ્માર્ટ ફીચર આપવામાં આવ્યા છે જે યુવાઓને પસંદ પડશે.
4/6
ટાટા ટિયાગો 5 વેરિઅન્ટમાં ઉપલબ્ધ હશે જેને XB, XE, XM, XT અને XZ નામ આપવામાં આવ્યું છે. કારની કેબિનને પ્રીમિયમ ફીલ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. કારમાંથ્રી સ્પોક સ્ટીયરિંગ વ્હીલની સાથે ઓડિયો અને ટેલિફોની કન્ટ્રોલ આપવામાં આવ્યા છે.
5/6
નવી દિલ્હીઃ Tataની હેચબેક કાર Tiagoને ભારતીય બજારમાં જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. ટાટા મોટર્સ અનુસાર આ નવી કાર માટે અત્યાર સુધી 50 હજારથી વધારે બુકિંગ મળ્યા છે. કંપની અનુસાર Tiagoના ખરીદીમાં સૌથી વધારે સંખ્યા યુવા ગ્રાહકો અને પરિવારો છે. કંપનીએ Tiagoને ખૂબ જ કોમ્પીટીટીવ કિંમત પર ઉતારી હતી, જેનોલાભ કંપનીને મળી રહ્યો છે. કંપનીના દાવા પ્રમાણે ટિયાગોનું પેટ્રોલ વેરિઅન્ટ 23.84 kmpl અને ડીઝલ વેરિઅન્ટ 27.28 kmplની માઈલેજ આપે છે. કારના વધુ ફીચર્સ અને ખાસિયસત વિશે જાણો આગળની સ્લાઈડ્સમાં.
6/6
ટાટા ટિયાગોને કંપનીએ HorizoNXT સ્ટ્રેટેજી પર તૈયાર કીર છે. કારને બે એન્જિન વિકલ્પ સાથે બજારમાં ઉતારવામાં આવી છે જેમાં એક 1.2 લિટર રેવોટ્રોન પેટ્રોલ એન્જિન અને બીજું 1.05 લિટર રેવોટોર્ક કોમન રેલ ડીઝલ એન્જિન સામેલ છે. કારનું પેટ્રોલ એન્જિન 84 બીએચપીનો પાવર અને 114Nmનો ટોર્ક જનરેટ કરે છે, જ્યારે તેનું ડીઝલ એન્જિન 69 બીએચપીનો પાવર અને 140Nmનો ટોર્ક જનરેટ કરે છે. બન્ને એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનથી સજ્જ કરવામાં આવ્યા છે.