સમગ્ર ઘટના જાહેર રસ્તા પર બનતા રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. જ્યારે આ મારામારી લોકો જાહેરમાં નિહાળી રહ્યા હતાં.
2/5
જેમાં ફોટો પડાવાના મુદ્દે મારામારીના દ્રશ્યો સર્જાતા આ મુદ્દો શિક્ષણ જગતમાં ચર્ચાનું સ્થાન બન્યો હતો. આ ઘટના 150 ફૂટ રિંગરોડ પર બાલાજી ચોક પાસે બની હતી. જેને કારણે રસ્તા પર આ દ્રશ્યો જોવા જેવા બન્યા હતા.
3/5
ધોળકીયા સ્કૂલનું સારું પરિણામ આવતાં વિદ્યાર્થીઓ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ રાસ-ગરબા લઈ પરિણામમાં અવ્વલ રહેતા સરઘસ કાઢ્યું હતું.
4/5
ધોરણ 12ના પરિણામ બાદ સરઘસમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતાં. રાજકોટની ધોળકિયા સ્કૂલના સરઘસમાં સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્કૂલના જ કેમેરામેન વચ્ચે જાહેરમાં બબાલ થઈ હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો.
5/5
રાજકોટ: ધોરણ-12નું સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થઈ ચૂક્યું છે. પાસ થયેલા વિદ્યાર્થીઓમાં એક બાજુ સેલિબ્રેશનનો માહોલ છે, ત્યાં બીજી તરફ રાજકોટમાં સરઘસ દરમિયાન મારામારીની ઘટના સામે આવી હતી.