લાકડિયાથી રાજકોટ પરત આવી રહેલી ઇકો કાર મોરબી નજીક સીએનજી પંપે ઊભી રાખવામાં આવી હતી અને ટેન્કમાં ગેસ પુરાવવામાં આવ્યો હતો. ગેસથી ફુલ ટેન્ક કાગદડી નજીક પહોંચી હતી અને અકસ્માતમાં ટેન્ક ફાટતા ગોઝારી ઘટના બની હતી.
2/5
આ ઉપરાંત એક વ્યક્તિને ગંભીર હાલતમાં રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઈ છે. મોરબી તરફથી રાજકોટ આવી રહેલી ઇકો કાર રાત્રે નવેક વાગ્યે ટંકારા-કાગદડી વચ્ચે સાંઇ શક્તિ હોટેલ પાસે પહોંચી હતી ત્યારે મહારાષ્ટ્ર પાસિંગની ટ્રક કાર સાથે ધડાકાભેર અથડાતાં રાજકોટના 8ના લોકોનાં મોત થયા હતા.
3/5
રાજકોટ: રાજકોટ પાસે ટંકારા-કાગદડી વચ્ચે મંગળવારે રાત્રે બનેલા એક ગમખ્વાર અકસ્માતમાં ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં બંને વાહનો સળગી ઉઠ્યા હતા. કારમાં બેઠેલા રાજકોટના કલાડિયા પરિવારના પાંચ સભ્યો અને ગ્વાલિયરથી આવેલા તેમના સંબંધી દંપતી સહિત આઠનાં મોત નિપજ્યા હતા.
4/5
સ્થળ પર એકઠા થયેલા લોકોએ કારમાંથી પાંચ મૃતદેહ તથા ત્રણ ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા, પરંતુ ડ્રાઇવર સળગતો હોય તેને બહાર કાઢવાની હિંમત કોઇ કરી શક્યું નહોતું. 108ના સ્ટાફે ત્રણને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા જેમાંથી બેના સારવાર મળે તે પૂર્વે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે મહેશભાઇ સોનીને ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા હતા.
5/5
મૃતકોમાં મીતાબેન મહેશભાઇ કલાડિયા, તેમના પતિ મહેશભાઇ, ગ્વાલિયરથી આવેલા રાજેશભાઇ રસિકભાઇ કલાડિયા, ભાવનાબેન રાજેશભાઇ, વાણિયાવાડીમાં રહેતા બળદેવભાઇ ઠાકરશીબાઇ કલાડિયા, દેવપરામાં રહેતા રમેશભાઇ ઠાકરશીભાઇ કલાડિયા, તેમના પત્ની મીનાબેન, પુત્ર સાગર તથા મુકેશભાઇનો સમાવેશ થાય છે.