આ ઘટનામાં આરોપી કેશુ જીવા રોજાસરાને પોતાની પત્નીને મૃતક શૈલેષ સાથે આડા સબંધ છે તેવી જાણ થતાં તેણે પોતાના મિત્ર જીવણને વાત કરી તેની મદદ માંગી હતી અને કેશુ પોતે માતાજીનો ભુવો હોવાથી આદિવાસી મજૂરો તેની પાસે ધાર્મિક વિધિ કરાવવા માટે આવતા હોવાથી શૈલેષને મારી નાખવાનો પ્લાન ઘડ્યો હતો. જેમાં શૈલેષની ગાડી કોઈ પણ બાનું કાઢી ભાડે લેવાનું નક્કી કર્યું હતું. જ્યાં કેશુ, જીવણ અને પપ્પુ આદિવાસી અગાઉથી જ બાઇક લઈને કરમાળ કોટડા ગામની વાડીમાં આવી જવાનું નક્કી કર્યું હતુ અને ત્યાં આ તમામ આરોપીઓ ભેગા થઈને શૈલેષને આંખમાં મરચાનો પાવડર નાખી ગળેટુંપો આપી મોતને ઘાટ ઉતાર્યો હતો.
2/3
આ ઘટનામાં પોલીસે કેશુ જીવા રોજાસરા(રહે જુના રાજપીપળા), જીવણ શંભુ પારખિયા(રહે બાડપર,તા.જી.રાજકોટ), પપ્પુ રામસંગ વસુનિયા, વિકાસ તોલિયા વસુનિયા, મનો ભુરૂ વસુનિયા અને પંકેશ માજુસિંહ વસુનિયા (રહે બધાં દાફતલાઈ,તા.રાણાપુર, જી જાબુંવા એમ.પી.)ની ધરપકડ કરી હતી.
3/3
રાજકોટઃ જસદણ તાલુકામાં થયેલી હત્યાનો ભેદ સીસીટીના આધારે ઉકેલાઈ ગયો છે. આરોપીની પત્ની સાથે આડા સંબંધ હોવાના કારણે હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે. જસદણ તાલુકાના કાનપરથી સાણથલી ગામ જવાના કાચા રસ્તે આવેલ ખોડિયાર મંદિર નજીક શુક્રવારે કોટડાસાંગણી તાલુકાના જુના રાજપીપળા ગામના શૈલેષભાઈ અરજણભાઈ ડાભી(ઉ.વ.35)ની લાશ મળી આવી હતી.