પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું, મહાત્મા ગાંધી અને શ્રીકૃષ્ણ ભગવાન બંને મોહને યુગો પર પ્રભાવ પાડ્યો છે. 2જી ઓક્ટોબરે માત્ર ગાંધી જન્મયા એવું નથી, પરંતુ ત્યારે એક યુગનો જન્મ થયો હતો. હવે રાજકોટ ગાંધી જીવનના નકશાનું એક મહત્વનું અંગ બની ગયું છે. જેને ગાંધીનું બાળપણ સમજવું પડશે, તેણે રાજકોટ આવવું પડશે. પૂજ્ય બાપુની 150મી જન્મજયંતિનો સમારોહનો પ્રારંભ થઈ રહ્યો છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું, મને યુએને જે પુરસ્કાર આપ્યો તેના સાચા હકદાર તો 125 કરોડ ભારતીયો અને ગાંધી છે. આજથી 100 વર્ષ પહેલા પ્રકૃતિની રક્ષા, પ્રકૃતિ સાથે પ્રેમ, જીવન ગાંધીએ જીવ્યું હતું.
2/3
પ્રધાનમંત્રીએ સભાની શરૂઆત કરતા કહ્યું કેમ આમ ઠંડા પડી ગયા છે. પીએમ મોદીએ કહ્યું, રાજકોટનો આજનો અસવર એ રાજકોટના આંગણે છે પરંતુ આજનો અવસર સમગ્ર વિશ્વને માટે છે. માનવ જાત માટે છે. આવનારા યુગો માટે છે. આજના દિવસ પછી પ્રત્યેક રાજકોટવાસીના મનમાં એક પ્રશ્ન જરૂર ઉઠશે શું રાજકોટનો ગાંધી પર કોઈ હક નતો. શું ગાંધીનો રાજકોટ પર કોઈ હક ન હતો. એવા ક્યા તત્વો હતા જેણે રાજકોટ અને ગાંધીને જુદા કરી દીધા હતા. જે ધરતીએ ગાંધીનું ઘડતર કર્યું જ્યાં ગાંધીના જીવનનો સેફ તૈયાર થયો, બાલ્યકાળ જીવનને ઘડનારી મહત્વ પૂર્ણ શ્રૃખંલા હોય છે.
3/3
રાજકોટ: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ રાજકોટમાં 26 કરોડના ખર્ચે બનેલા વિશ્વ કક્ષાના ગાંધી મ્યુઝિયમ અને આઇ વે પ્રોજેક્ટનું રિમોટ કન્ટ્રોલ દ્વારા લોકાર્પણ કર્યું હતું. ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં પીએમ મોદીની સભા સાંભળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના રાજકોટ આગમનને લઇને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. કેટલાક લોકોને સરદાર માત્ર એક જ જાતિના લાગે છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટિ મામલે રાહુલ ગાંધીના નિવેદનને પ્રધાનમંત્રીએ વખોડ્યું હતું. સમગ્ર દેશની શ્રદ્ધાનું પ્રતિક છે સ્ટેચ્યૂ ઓફ યૂનિટિ. વાંકદેખા અને મર્યાદિત બુદ્ધિવાળા લોકો એમાં જાતિ જુએ છે.