પોલીસે રજની અને ગૌતમ પંડ્યાની શોધખોળ શરૂ કરી છે. આ બંને શખ્સ પાસે નવું ચલણ કયાંથી આવ્યું, કયા ધંધા સાથે જોડાયેલા છે તેની સાથે અન્ય કોઇની સંડોવણી છે કે કેમ સહિતના મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે. આ બંનેએ બીજો કોઈને પણ આ રીતે નોટો બદલી આપી છે કે કેમ તેની પણ તપાસ થશે.
2/7
રદ થયેલી નોટો મળી આવતા પોલીસે આ અંગે જાણ કરતા ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ પોલીસ સ્ટેશને દોડી ગયા હતા અને સતિષની પૂછપરછ શરૂ કરી હતી. કબજે થયેલી નોટો કાળું નાણું હતું કે અન્ય કોની નોટો બદલવા સતિષ રાજકોટ આવ્યો હતો તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
3/7
કલોલા ગોંડલમાં ઉમિયા ટ્રાન્સપોર્ટ કંપની ધરાવે છે તેમજ ગોંડલમાં ટાયરનો શોરૂમ અને માર્કેટિંગ યાર્ડમાં પેઢી છે. ગોંડલની ડેકોરાસિટીમાં રહેતા કલોલા અને તેની પત્નીની માલિકીની 10 ટ્રકો છે.મોટી રકમનો નિકાલ કરવા તે પ્રયાસ કરતો હતો ત્યારે રાજકોટના રજની પંડ્યા અને ગૌતમ પંડ્યાનો સંપર્ક થયો હતો.
4/7
રાજકોટ: કેન્દ્ર સરકારે રૂપિયા 500 અને 1000ની નોટ રદ કર્યા બાદ કાળાં નાણાં ધરાવતા લોકો આ નોટો બદલાવવા દોડાદોડી કરી રહ્યા છે ત્યારે ત્યારે રાજકોટ શહેર પોલીસના હાથે ગોંડલનો ટ્રાન્સપોર્ટર સતિષ ભગવાનજી કલોલા રૂપિયા 1.15 કરોડની રદ થયેલી નોટો સાથે ઝડપાઈ ગયો છે.
5/7
જો કે પોલીસને એ પહેલાં જ બાતમી મળી જતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ કે.કે.ઝાલા સહિતના સ્ટાફે રૈયારોડ પર ટોપલેન્ડ રેસિડેન્સી પાસે વોચ ગોઠવી હતી. નિયત નંબરની કાર પસાર થતાં પોલીસે તેને અટકાવી હતી અને તલાશી લીધી હતી. આમ કલોલા ફોન કરે તે પહેલાં પકડાઇ ગયો હતો.
6/7
સતિષને રજની અને ગૌતમે 40 ટકા કમિશનથી જૂની નોટો બદલી આપવાની લાલચ આપતાં તે નોટો લઇ રાજકોટ આવ્યો હતો. બંને શખ્સે જૂની નોટ લઇ 40 ટકા કમિશન કાપીને સ્થળ પર જ બાકીની રકમનું નવું ચલણ આપવાની ખાતરી આપી હતી. તેમણે કલોલાને રાજકોટ આવીને ફોન કરવાનું કહ્યું હતું.
7/7
રાજકોટના બે શખ્સોએ 40 ટકા કમિશનના બદલામાં જૂની નોટોના બદલામાં નવું ચલણ આપવાની તૈયારી બતાવતાં કલોલા રાજકોટ આવ્યો હતો. પોલીસને અગાઉથી આ વાતની બાતમી મળી ગઈ હતી. પોલીસે રૈયા રોડ પર ટોપલેન્ડ રેસિડેન્સી પાસે વોચ ગોઠવતાં કલોલા ઝડપાઈ ગયો હતો.