શોધખોળ કરો
રિષભ પંત બાદ હવે હાર્દિક પંડ્યા પણ બન્યો બેબીસીટર, જુઓ વીડિયો
તાજેતરમાં હાર્દિક પંડ્યાએ એક ક્યૂટ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. જેમાં તે કોમેન્ટેટર જતીન સપ્રૂની દીકરીને બેબીસીટિંગ કરતો નજરે પડ્યો હતો.

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા મેદાન પર તેના ઓલ રાઉન્ડર પ્રદર્શનથી ધમાલ મચાવે છે પરંતુ હવે તે એક મામલે રિષભ પંતને ટક્કર આપી રહ્યો છે. જેને લઈ પંત પહેલાથી ચર્ચામાં રહી ચુક્યો છે. ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ વખતે પંત બેબી સીટર બન્યો હતો હવે આવું જ કઈંક હાર્દિક પંડ્યાએ પણ કર્યું છે. પંડ્યા 2019 વર્લ્ડકપ બાદ હાલ ક્રિકેટથી દૂર છે પરંતુ સોશિયલ મીડિયા પર છવાયેલો છે. તાજેતરમાં હાર્દિક પંડ્યાએ એક ક્યૂટ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. જેમાં તે કોમેન્ટેટર જતીન સપ્રૂની દીકરીને બેબીસીટિંગ કરતો નજરે પડ્યો હતો.
હાર્દિક પંડ્યા સપ્ટેમ્બરમાં દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન ટીમમાં વાપસી કરી શકે છે. એશિઝ 2019: ત્રીજી ટેસ્ટ ઓસ્ટ્રેલિયા પહેલા ઓસ્ટ્રેલિયાનો લાગ્યો મોટો ફટકો, સ્ટીવ સ્મિથ થયો બહાર સ્પોટ ફિક્સિંગ કેસમાં ક્રિકેટર શ્રીસંતને BCCIએ આપી મોટી રાહત, આજીવન પ્રતિબંધની સજા ઘટાડીને કરી સાત વર્ષ
ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ વખતે વિકેટકિપર બેટ્સમેન રિષભ પંત ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટીમ પેનના બાળકનું બેબી સીટિંગ કરતો જોવા મળ્યો હતો. પેનની પત્નીએ પંત તેના બાળકોનો ખ્યાલ રાખતો અને બેબીસીટિંગ કરતો હોય તેવી તસવીર પોસ્ટ કર્યા બાદ આ મામલો વધારે ચર્ચાયો હતો.View this post on Instagram
હાર્દિક પંડ્યા સપ્ટેમ્બરમાં દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન ટીમમાં વાપસી કરી શકે છે. એશિઝ 2019: ત્રીજી ટેસ્ટ ઓસ્ટ્રેલિયા પહેલા ઓસ્ટ્રેલિયાનો લાગ્યો મોટો ફટકો, સ્ટીવ સ્મિથ થયો બહાર સ્પોટ ફિક્સિંગ કેસમાં ક્રિકેટર શ્રીસંતને BCCIએ આપી મોટી રાહત, આજીવન પ્રતિબંધની સજા ઘટાડીને કરી સાત વર્ષ વધુ વાંચો





















