શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ક્રિકેટમાંથી બીજીવાર સન્યાસ લેનારા રાયડુએ બીસીસીઆઇના લેટરમાં આ ત્રણ ખેલાડીઓને ગણાવ્યા મહાન, જાણો વિગતે
વર્લ્ડકપની ભારતીય ટીમમાં જગ્યા ના મળવાથી નારાજ અંબાતી રાયડુએ ક્રિકેટમાંથી સન્યાસ લીધો હોવાનુ ચર્ચાઇ રહ્યું છે
નવી દિલ્હીઃ ભારતીય ટીમમાં મીડલ ઓર્ડરમાં મહત્વની ભૂમિકા નિભાવનારા ક્રિકેટર અંબાતી રાયડુએ ક્રિકેટના બધા ફોર્મેટમાં સન્યાસ લઇ લીધો છે. રાયડુએ રિટાયરમેન્ટને એક લેટર બીસીસીઆઇને મેલ પણ મોકલી દીધો છે, આમાં કેટલીક ખાસ વાતો પણ લખી છે.
ઉલ્લેખનીય છે કે, અંબાતી રાયડુએ ક્રિકેટમાંથી પહેલીવાર નહીં પણ બીજીવાર સન્યાસ લીધો છે. રાયડુએ આ પહેલા નવેમ્બર, 2018માં રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી, આ સમયે તેને લિમીટેડ ઓવરની ક્રિકેટમાં ધ્યાન આપવા માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી સન્યાસ લીધો હતો.
અંબાતી રાયડુનો બીસીસીઆઇને પત્ર...
આદરણીય સર, હું આ માહિતી આપવા માંગુ છે કે મે ક્રિકેટમાંથી દુર જવાનો નિર્ણય લીધો છે. હું ક્રિકેટના બધા ફોર્મેટમાંથી રિયરમેન્ટ લઇ રહ્યો છું. આ પ્રસંગે હું બીસીસીઆઇ અને બધા રાજ્ય એસોસિએશનનો આભાર વ્યક્તિ કરુ છે જેના માટે હું ક્રિકેટ રમ્યો છું. હું હૈદરાબાદ, વડોદરા, આંધ્ર પ્રદેશ અને વિદર્ભ માટે ક્રિકેટ રમ્યો છું. ઉપરાંત આઇપીએલની ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સનો પણ આભાર વ્યક્ત કરુ છું.
રાયડુએ આગળ લખ્યુ, “દેશ માટે ક્રિકેટ રમવા માટે મોકો મળવાથી હું ગર્વ અનુભવુ છું. આ માટે મહેન્દ્ર સિંહ ધોની, રોહિત શર્મા અને ખાસ કરીને વિરાટ કોહલીનો આભાર માનુ છું. આ એ કેપ્ટન છે જેના નેતૃત્વમાં હું ક્રિકેટ રમ્યો છું. આ બધા કેપ્ટનોએ મારી કેરિયર દરમિયાન મારા પર વિશ્વાસ રાખ્યો.”
રાયડુએ કહ્યું “ક્રિકેટ રમવા દરમિયાન મારી સફર ખુબ શાનદાર રહી. છેલ્લા 25 વર્ષોમાં અલગ અલગ સ્તર પર મેં ખુબ ચઢાવ ઉતાર જોયા. અંતે હું મારા પરિવાર અને તેના બધા સભ્યોનો આભાર માનીશ, જે મારી આ યાત્રા દરમિયાન મારી સાથે રહ્યાં.”
નોંધનીય છે કે, વર્લ્ડકપની ભારતીય ટીમમાં જગ્યા ના મળવાથી નારાજ અંબાતી રાયડુએ ક્રિકેટમાંથી સન્યાસ લીધો હોવાનુ ચર્ચાઇ રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion