ભારતીય ટીમ આગામી મહિને શ્રીલંકાનો પ્રવાસ કરશે. ચાર દિવસીય ટીમની કેપ્ટનશિપ દિલ્હીનો વિકેટકીપર બેટ્સમેન અર્જુન રાવત કરશે. વન-ડેની આગેવાની આર્યન જુયાલ કરશે, જેણે ઉત્તર પ્રદેશ માટે વિજય હઝારે ટ્રૉફીમાં ‘લિસ્ટ એ’માં ડેબ્યૂ કર્યું હતું.
2/4
અર્જુન અન્ડર-19 ક્રિકેટરોની ઝોનલ ક્રિકેટ એકેડેમી કેમ્પનો મહત્વનો ભાગ હતો. આશીષ કપૂર, જ્ઞાનેન્દ્ર પાંડે અને રાકેશ પરીખની સિલેક્શન કમિટીએ ટીમની ઘોષણા કરી.
3/4
લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અર્જુન ચાર દિવસીય મેચો માટે તો સિલેક્ટ થયો છે પણ પણ વન-ડેમાં સ્થાન મેળવી શક્યો નથી. આ પ્રવાસમાં 2 ચાર દિવસીય અને પાંચ વન-ડે મેચો રમાશે.
4/4
નવી દિલ્હીઃ વિશ્વના મહાન ક્રિકેટરોમાં સામેલ ભારતના પૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકરના દીકરા અર્જુન તેંડુલકરની શ્રીલંકાના પ્રવાસ માટે ભારતનીય અંડર-19 ટીમમાં પસંદગી થઈ છે. ગુરુવારે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો અને ત્યાર બાદથી તે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરવા લાગ્યો. અર્જુનની ઉંમર 18 વર્ષ છે અને તે ભારત માટે પ્રથમ વખત બ્લૂ જર્સીમાં જોવા મળી શકે છે.