શનિવારે અર્જુન સ્ટેડિયમની બહાર ડિજિટલ રેડિયો વેચતો નજર આવ્યો હતો. ત્યારે ભારતીય ક્રિકેટર હરભજનસિંહે તેની પાસેથી ડિજિટલ રેડિયો ખરીદ્યો હતો અને બોણી કરાવી હતી. હરભજને અર્જુન સાથે ફોટો પણ લીધો હતો અને ટ્વિટર પર શેર કર્યો હતો.
2/4
આ પહેલા અર્જુન શુક્રવારે વૉલિંટરની ભૂમિકામાં હતો અને તેણે વરસાદ આવ્યો ત્યારે લૉર્ડ્સ સ્ટેડિયમાં ગ્રાઉન્ડ સ્ટાફની ઘણી મદદ કરી હતી.લૉર્ડ્સ ગ્રાઉન્ડના અધિકારિક ટ્વિટર હેન્ડલે શુક્રવારે અર્જુનનો ફોટો પોસ્ટ કરીને તેની પ્રશંસા પણ કરી હતી.
3/4
લૉર્ડ્સ: મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનો પુત્ર અને ભારતીય જૂનિયર ટીમનો ખેલાડી અર્જુન તેંડુલકર હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસે છે. અર્જુન અહીં મેરિલબોન ક્રિકેટ ક્લબ(એમસીસી) દ્વારા યુવા ક્રિકેટરો માટે આયોજીત ટ્રેનિંગમાં ભાગ લઈ રહ્યો છે. એવામાં અર્જુન ક્યારેક ટીમ ઈન્ડિયા સાથે નેટ પ્રેક્ટિસમાં નજર આવે છે તો ક્યારેક ઈંગ્લિશ મહિલા ટીમના ખેલાડી સાથે લંચ લેતો નજર આવે છે. ત્યારે મેચના ત્રીજા દિવસે શનિવારે અર્જુન ક્રિકેટ પ્રેમીઓને ચોંકાવી દે તેવો એક અલગ જ અંદાજમાં જોવા મળ્યો હતો.
4/4
તસવીર પોસ્ટ કરી હરભજને મજાકના અંદાજમાં લખ્યું કે, ‘જુઓ કોણ રેડિયો વેચી રહ્યું છે. અત્યાર સુધી 50 રેડિયો વેચી ચુક્યો છે અને થોડાક જ બાકી છે.’ અર્જુનનો આ અંદાજ ક્રિકેટપ્રેમીઓને આ બતાવવા માટે પૂરતો છે કે સચિન પોતાના પુત્રની કેવી રીતે પાલનપોષણ કરી રહ્યો છે.