શોધખોળ કરો
ટીમ ઇન્ડિયાના આ સ્ટાર ખેલાડી વિરૂદ્ધ ધરપકડ વોરંટ જાહેર, હવે જશે જેલમાં!
મોહમ્મદ શમી ટીમ ઈન્ડીયા સાથે વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ પર છે. હાલમાં તે જમૈકામાં ટેસ્ટ મેચ રમી રહ્યો છે.
![ટીમ ઇન્ડિયાના આ સ્ટાર ખેલાડી વિરૂદ્ધ ધરપકડ વોરંટ જાહેર, હવે જશે જેલમાં! arrest warrant against indian cricketer mohammed shami ટીમ ઇન્ડિયાના આ સ્ટાર ખેલાડી વિરૂદ્ધ ધરપકડ વોરંટ જાહેર, હવે જશે જેલમાં!](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/03072455/1-mohammed-shami.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ બંગાળની અલીપુર કોર્ટે ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને તેના ભાઈ હાશિદ અહમદ વિરૂદ્ધ ઘરેલુ હિંસાના કેસમાં ધરપકડ વોરન્ટ જારી કર્યું છે. કોર્ટે શમીને 15 દિવસની અંદર આત્મસમર્પણ કરવા માટે કહ્યું છે. જો એમ નહીં કરે તો તેની ધરપકડ કરવામાં આવી શકે છે.
નોંધનીય છે કે, મોહમ્મદ શમી ટીમ ઈન્ડીયા સાથે વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ પર છે. હાલમાં તે જમૈકામાં ટેસ્ટ મેચ રમી રહ્યો છે. વર્ષ 2018માં મોહમ્મદ શમી વિરુદ્ધ તેની પત્નીએ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી. શમી અને તેના ભાઈ વિરુદ્ધ આઈપીસી કલમ 498A હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસ અંતર્ગત કોલકાતાની કોર્ટે શમીને કોર્ટમાં હાજર રહેવા કહ્યું હતું. શમી કોર્ટમાં હાજર થવામાં નિષ્ફળ રહ્યો અને ACJMએ તેના વિરુદ્ધ ધરપકડ વોરન્ટ જાહેર કર્યું છે.
સમીના તલાકનો કેસ પણ કોર્ટમાં ચાલી રહ્યો છે. સમી વિરૂદ્ધ કોલકાતા કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. કોર્ટએ સમીને 15 દિવસની અંદર સરેન્ડર કરવા જણાવ્યું છે. કોલકાતા કોર્ટે પોલીસને આદેશ આપ્યો છે કે, જો 15 દિવસમાં મોહમ્મદ સમી કોર્ટમાં હાજર થતા નથી તો તેમની ધરપકડ કરવામાં આવે.
પોલીસનું કહેવું છે કે 27 વર્ષીય ખેલાડી પર હત્યાનું કાવતરું અને ધમકી સહિતની કલમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ખેલાડી વિરુદ્ધ જે કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે, તે જો પુરવાર થાય, તો તેમને દસ અથવા તેનાથી પણ વધુ વર્ષ માટે જેલની સજા થઈ શકે છે.
ગત વર્ષે કોલકાતા પોલીસે હસીન જહાંની ફરિયાદ બાદ સમી પર આઇપીસીની સાત કલમો અંતર્ગત કેસ ફાઇલ કર્યો હતો. હસીન જહાનાં આ ગંભીર આરોપો બાદ BCCIએ તેનો વાર્ષીક કરાર બંધ કરી દીધો હતો. જોકે, બાદમાં બોર્ડે તેને ક્લિન ચીટ આપતા બી-ગ્રેડમાં રાખ્યો. તેના પછી સમીએ આઇપીએલમાં ધમાલ મચાવી અને પછી આઇસીસી વર્લ્ડ કપમાં હેટ્રીક લઇ સમગ્ર દુનિયામાં પોતાની બોલિંગનો જાદૂ વિખેર્યો.
![ટીમ ઇન્ડિયાના આ સ્ટાર ખેલાડી વિરૂદ્ધ ધરપકડ વોરંટ જાહેર, હવે જશે જેલમાં!](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/03072502/2-mohammed-shami.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)