Asian Games 2023 Day 10 Live: અર્જુન અને સુનીલ સિંહે અપાવ્યો આજનો પ્રથમ મેડલ, કૈનો ડબલ 1000 મીટરમાં જીત્યો બ્રોન્ઝ
Asian Games 2023 Day 10: આ સાથે જ 2023 એશિયન ગેમ્સમાં ભારત પાસે હવે 61 મેડલ છે.
Asian Games 2023 Day 10: એશિયન ગેમ્સના 10મા દિવસે અર્જુન અને સુનીલ સિંહે ભારતને પહેલો મેડલ અપાવ્યો હતો. આ ભારતીય જોડીએ કૈનો ડબલ 1000 મીટરમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે જ 2023 એશિયન ગેમ્સમાં ભારત પાસે હવે 61 મેડલ છે.
🥉🚣♂️ Medal Alert 🚣♂️🥉
— SAI Media (@Media_SAI) October 3, 2023
Huge cheers for Arjun Singh and Sunil Singh Salam! 🙌🇮🇳.
The duo has clinched a well-deserved Bronze in the Men's Canoe Double 1000m event with a timing of 3.53.329 at the #AsianGames2022! 🚣♂️
🇮🇳 Let's cheer out loud for our champs🥳#Cheer4India… pic.twitter.com/sYMxuCqHLL
બાદમાં એશિયન ગેમ્સ 2023માં છેલ્લી પુલ મેચમાં ભારતીય મહિલા હોકી ટીમે હોંગકોંગને હરાવ્યું છે. જો કે ટીમ ઈન્ડિયા પહેલાથી જ સેમિફાઈનલમાં પ્રવેશી ચૂકી છે, પરંતુ આ જીત ટીમનું મનોબળ વધુ વધારશે. ભારતીય ટીમે હોંગકોંગ પર 13-0થી જીત મેળવી હતી. તે સિવાય મહિલા તીરંદાજીની સેમિફાઇનલ મેચ ભારતની જ્યોતિ સુરેખા અને અદિતિ ગોપીચંદ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં જ્યોતિએ 149-146ના સ્કોરથી અદિતિને હરાવી હતી. આ જીત સાથે જયોતિએ ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. અદિતિ હવે બ્રોન્ઝ મેડલ માટે રમશે.
ભારતીય કબડ્ડી ટીમે એશિયન ગેમ્સમાં શાનદાર શરૂઆત કરી છે. ભારતીય ટીમે તેની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને 55-18થી હરાવ્યું છે. કબડ્ડીમાં ભારતે વિજય સાથે શરૂઆત કરી છે. ભારતની પુરૂષ કબડ્ડી ટીમે તેની પ્રથમ પૂલ મેચમાં બાંગ્લાદેશને ખરાબ રીતે હરાવ્યું અને 37 પોઈન્ટ મેળવ્યા.
ભારતીય કબડ્ડી ટીમે આ મેચમાં શરૂઆતથી જ બાંગ્લાદેશ પર દબાણ જાળવી રાખ્યું હતું. ભારતીય ખેલાડીઓએ આક્રમક પ્રહાર કર્યા. નવીન અને અર્જુન દેસવાલ ખૂબ જ આક્રમક દેખાતા હતા. બંનેએ એક પછી એક બંગાળી ડિફેન્સને સંપૂર્ણ રીતે તોડી નાખ્યું. બીજી તરફ, સંરક્ષણમાં પણ, ભારતીય ટીમે બાંગ્લાદેશના રાઈડર્સને હોશિયારીથી નાથ્યો. પવન સેહરાવત, સુરજીત અને અસલમ ઇનામદાર અસરકારક દેખાતા હતા.
પહેલા હાફમાં જ બાંગ્લાદેશ પર ભારતીય ટીમની લીડ વધીને 19 પોઈન્ટ થઈ ગઈ હતી. હાફ ટાઇમ સુધી સ્કોર 24-9 રહ્યો હતો. ભારતીય ટીમ બીજા હાફમાં વધુ આક્રમક જોવા મળી હતી.બીજા હાફમાં ભારતે 31 પોઈન્ટ બનાવ્યા હતા. બાંગ્લાદેશના રેડર્સ આ મેચમાં કોઈ અસર કરી શક્યા ન હતા, જોકે બાંગ્લાદેશના ડિફેન્ડરોએ કેટલાક સારા સુપર ટેકલ્સ બતાવ્યા હતા. અંતે ભારતે 55-18થી મેચ જીતી લીધી હતી.