Asian Games 2023: ભારતની મહિલા તીરંદાજી ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ, વિયેતનામને 6-2થી હરાવ્યું
Asian Games 2023: ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ એશિયન ગેમ્સની ફાઇનલમાં પહોંચી ગઇ હતી. સેમિફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને હરાવ્યું હતું.
Asian Games 2023: ભારતની મહિલા તીરંદાજી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મહિલા રિકર્વ ટીમ ઈવેન્ટમાં ભારતે વિયેતનામને 6-2થી હરાવ્યું હતું. અંકિતા, ભજન કૌર અને સિમરનજીતે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
🥉BRONZE GLORY FOR OUR RECURVE WOMEN🥉
🇮🇳 #TOPScheme Archers Ankita Bhakat, and #KheloIndiaAthletes Simranjeet and Bhajan Kaur clinch the Bronze medal🥉, defeating Vietnam at the #AsianGames2022🏹🥳
Proud of you all🤩 Keep Shining🌟#Cheer4India#JeetegaBharat#BharatAtAG22… pic.twitter.com/kTjWf5KxLM— SAI Media (@Media_SAI) October 6, 2023
ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ ફાઇનલમાં પહોંચી
ભારતીય ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સ 2023ની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ સેમિફાઈનલમાં બાંગ્લાદેશને 9 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 96 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 9.2 ઓવરમાં એક વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ટીમ ઈન્ડિયા તરફથી તિલક વર્માએ અણનમ 55 રન કર્યા હતા. ઋતુરાજ ગાયકવાડે અણનમ 40 રન ફટકાર્યા હતા. હવે ભારતીય ટીમ શનિવારે ફાઇનલ મેચ રમશે.
બાંગ્લાદેશે સેમિફાઈનલમાં ભારતને જીતવા માટે 96 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. સાઈ કિશોરે 4 ઓવરમાં 12 રન આપીને 3 વિકેટ લીધી હતી. વોશિંગ્ટન સુંદરે 4 ઓવરમાં 15 રન આપીને 2 વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહ, તિલક વર્મા, રવિ બિશ્નોઈ અને શાહબાઝ અહેમદે એક-એક વિકેટ લીધી હતી.
બજરંગ પુનિયાએ શાનદાર પ્રદર્શન કરીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. તેણે ફિલિપિન્સના કુસ્તીબાજને 10-0થી હરાવ્યો હતો. સોનમ અને કિરણે સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.
ભારતની મહિલા કબડ્ડી ટીમે શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તેણે સેમિફાઇનલમાં નેપાળને 61-17થી હરાવ્યું હતું. ભારતીય ટીમ શનિવારે ફાઈનલ મેચ માટે મેદાનમાં ઉતરશે. બીજી સેમિફાઇનલ મેચ ઈરાન અને ચીની તાઈપેઈ વચ્ચે રમાવાની છે. આમાં જે ટીમ જીતશે તે ભારતનો સામનો કરશે.
🇮🇳 INTO THE FINALS!
— SAI Media (@Media_SAI) October 6, 2023
The Indian Kabaddi Women's Team showed their dominance against Nepal with an incredible scoreline of 61-17, securing their spot in the FINALS! 🎉
With this victory, India is assured at least a Silver. Now, we're all set for an epic final showdown!🌟… pic.twitter.com/5t3IVaq1G6