શોધખોળ કરો
ઓસ્ટ્રેલિયાને હરાવીને એડિલેડ ટેસ્ટમાં ભારતે બનાવ્યા આ 5 રેકોર્ડ
1/6

એડિલેડ ટેસ્ટ દરમિયાન 35 બેટ્સમેન કેચ આઉટ થયા છે. જે એક વર્લ્ડ રેકોર્ડ છે. પહેલા ક્યારેય ટેસ્ટ મેચમાં આટલા બેટ્સમેન કેચ આઉટ થયા ન હતા.
2/6

ભારતે પ્રથમ વખત વિદેશમાં ટેસ્ટ મેચમાં 50 રનથી ઓછા સ્કોરમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ પણ જીત મેળવી છે. એડિલેડ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ભારતની 41 રને 4 વિકેટ પડી ગઈ હતી.
3/6

ઓસ્ટ્રેલિયાના પ્રવાશમાં ભારતે પ્રથમ વખત સિરીઝની પ્રથમ જેસ્ટ જીતી છે. જ્યારે એડિલેડમાં ઓસ્ટ્રેલિયાએ 2010 પછી પ્રથમ ટેસ્ટ મેચ ગુમાવી છે.
4/6

ભારત 10 વર્ષ પછી ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચ જીત્યું છે. જ્યારે એડિલેડના મેદાન પર 2003ની જીત બાદ ભારતનો બીજો વિજય છે. ભારતે ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર છઠ્ઠી ટેસ્ટ મેચ જીતી છે.
5/6

વિરાટ કોહલી એશિયન ટીમનો પ્રથમ સુકાની બન્યો છે જે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ મેચ જીત્યો છે. ઉપારંત એક કેલેન્ડર વર્ષમાં આ ત્રણ દેશોમાં ટેસ્ટ જીતનાર પ્રથમ એશિયન ટીમ બની છે ભારતીય ટીમ.
6/6

નવી દિલ્હીઃ ભારતે એડિલેડ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 31 રનથી હાર આપી છે અને ચાર મેચની સીલીઝમાં 1-0થી આગળ છે. ભારતીય ટીમ દ્વારા જીત માટે આપવામાં આવેલ 323ના ટાર્ગેટની સામે ઓસ્ટ્રેલિયાની ટીમ 291 રન જ બનાવી શકી. ચેતેશ્વર પુજારાને પ્રથમ ઇનિંગમાં સેન્ચુરી અને બીજી ઇનિંગમાં હાફ સેન્ચુરી બનાવવા બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો છે. ટીમ ઇન્ડિયાએ આ જીતામં ઘણા રેકોર્ડ બનાવ્યા હતા.
Published at : 10 Dec 2018 12:56 PM (IST)
View More





















