શોધખોળ કરો
Advertisement
ટી20 મેચ દરમિયાન સ્ટેડિયમમાં બૉમ્બ હોવાની વાત ફરતી થઇ, પોલીસ દોડી, પછી શું થયું, જાણો વિગતે
સ્પોર્ટ્સ મીડિયાના અહેવાલ પ્રમાણે, સ્ટેડિયમમાં બૉમ્બ હોવાના અફવા ફેલાઇ હતી, ત્યારે પોલીસે એન્ટ્રી રોકીને બધાનો સામાન ચેક કરવાનું શરૂ કર્યુ હતુ
નવી દિલ્હીઃ હાલમાં કેનેડામાં રમાઇ રહેલી ગ્લૉબલ ટી20 મેચમાં એક ખાસ ઘટના સામે આવી છે. શુક્રવારે મોન્ટ્રેલ ટાઇગર્સ અને વિનિપેગ હૉક્સ વચ્ચે મેચ રમાઇ રહી હતી. મેચ દરમિયાન સ્ટેડિયમમાં બૉમ્બ હોવાની વાત ફરતી થઇ જેના કારણે પોલીસ બોલાવવી પડી હતી. પોલીસે તપાસ શરૂ કરી જેના કારણે મેચ મોડી શરૂ થઇ હતી. મેચમાં સુરક્ષાના કારણોને લઇને 90 મિનીટ લેટ શરૂ કરવી પડી હતી, જેના કારણે બન્ને ટીમો વચ્ચે 12-12 ઓવરની જ મેચ રમાડવી પડી હતી.
સ્પોર્ટ્સ મીડિયાના અહેવાલ પ્રમાણે, સ્ટેડિયમમાં બૉમ્બ હોવાના અફવા ફેલાઇ હતી, ત્યારે પોલીસે એન્ટ્રી રોકીને બધાનો સામાન ચેક કરવાનું શરૂ કર્યુ હતુ.
જોકે, બાદમાં જીટી20 કેનેડાના ટ્વીટર હેન્ડલ પરથી મેસેજ આવ્યો કે મેચ ટેકનિકલ કારણોના કારણે રોકવી પડી હતી. કેટલાય ફેન્સે સ્ટેડિયમની બહાર લાંબી લાઇનોમાં ઉભા રહીને પરેશાન થવાની ફરિયાદ કરી હતી.
Match has been delayed due to some technical reason. We’ll get back to you shortly with an update. #GT2019 #MTvsWH
— GT20 Canada (@GT20Canada) July 26, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
ક્રિકેટ
Advertisement