નોંધનીય છે કે, હાલમાં ભારત ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં 2-1થી આગળ છે.
2/5
અગાઉ લિટલ માસ્ટર ગાવસ્કરે 1977-78ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ત્રણ સદી ફટકારી હતી. જોકે, કોહલીએ વર્ષ 2014-15માં ઓસ્ટ્રેલિયામાં ચાર સદી ફટકારી હતી, જેને રેકોર્ડ પુજારા તોડી શક્યો નહીં.
3/5
પુજારાએ હાલમાં વર્ષ 2018-19માં ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઓસ્ટ્રેલિયા સામે ત્રણ સદી ફટકારી છે, પુજારાએ પહેલી, ત્રીજી અને ચોથી ટેસ્ટમાં સદી ફટકારી છે. આ સાથે તેને ગાવસ્કરના ત્રણ સદીના રેકોર્ડની બરાબરી કરી છે.
4/5
હાલમાં અંતિમ અને ચોથી ટેસ્ટમાં ભારતીય હીરો તરીકે ઉભરેલા પુજારાએ સદી ફટકારી છે. પુજારાએ શાનદાર 100 રન (200 બૉલમાં) કર્યા આ સાથે જ તેને ભારતના લિટલ માસ્ટર ગાવસ્કરના સદીઓના રેકોર્ડની બરાબરી કરી છે.
5/5
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ સિડની ગ્રાઉન્ડમાં રમાઇ રહી છે. મેચમાં કેટલાક રેકોર્ડ બન્યા જેમાં એક રેકોર્ડ ભારતીય ખેલાડી પુજારાનો પણ બન્યો છે. પુજારાએ આ રેકોર્ડ સદીનો કર્યો છે અને તે પણ ઓસ્ટ્રેલિયાની ધરતી પર. અહીં જાણો વિગતે...