શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપમાં થઈ રાયડૂની અવગણના, ચીફ સિલેક્ટર પ્રસાદે જણાવ્યું અસલી કારણ, જાણો વિગત
જે બાદ ચીફ સિલેક્ટર પ્રસાદને પૂછવામાં આવ્યું કે, વર્લ્ડકપ ટીમમાં અંબાતિ રાયડૂને કેમ સામેલ ન કરવામાં આવ્યો ? જેના પર પ્રસાદે કહ્યું, જ્યારે રાયડૂને ટી-20 પ્રદર્શનના આધારે વન ડેમાં પસંદ કરવામાં આવ્યો ત્યારે પસંદગીકર્તાઓને આલોચનાનો શિકાર બનવું પડ્યું.
નવી દિલ્હીઃ નવી દિલ્હીઃ રવિવારે વેસ્ટઈન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. મુંબઈ સ્થિત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ક્રિકેટ સેન્ટરમાં કેપ્ટન વિરાટ કોહલી, મુખ્ય પસંદગીકર્તા એમએસકે પ્રસાદ અને અન્ય પસંદગીકર્તા વચ્ચે ચાલેલી બેઠક બાદ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ત્રણેય ફોર્મેટની અલગ-અલગ ટીમોની પસંદગી કરવામાં આવી હતી.
જે બાદ ચીફ સિલેક્ટર પ્રસાદને પૂછવામાં આવ્યું કે, વર્લ્ડકપ ટીમમાં અંબાતિ રાયડૂને કેમ સામેલ ન કરવામાં આવ્યો ? જેના પર પ્રસાદે કહ્યું, જ્યારે રાયડૂને ટી-20 પ્રદર્શનના આધારે વન ડેમાં પસંદ કરવામાં આવ્યો ત્યારે પસંદગીકર્તાઓને આલોચનાનો શિકાર બનવું પડ્યું.
પરંતુ તે બાદ અમે રાયડૂને લઈ ઘણો વિચાર કર્યો. જ્યારે રાયડૂ યો-યો ફિટનેસ ટેસ્ટમાં ફેલ ગયો હતો ત્યારે અમે ફિટનેસ પ્રોગ્રામ કરાવ્યો. કેટલાક કોમ્બિનેશનના કારણે તે વર્લ્ડ કપ ટીમમાં પસંદ ન થઈ શક્યો. આ કારણે સિલેક્શન કમિટીએ પક્ષપાત કર્યો તેમ ન કહી શકાય. આ ઉપરાંત ચીફ સિલેક્ટરે અંબાતિ રાયડૂના 3D ચશ્માવાળા ટ્વિટ પર વ્યંગ કરતાં કહ્યું કે, રાયડૂનું ટ્વિટ ઘણું શાનદાર હતું અને મને તે સારું લાગ્યું.
MSK Prasad: When Rayadu was picked for ODIs on basis of his T20 performance,there was criticism,but we had some thoughts about him.When he failed fitness test,we put him for fitness program.Due to certain combinations he wasn't picked,it doesn't make Selection Committee biased. pic.twitter.com/IILJIRlWIr
— ANI (@ANI) July 21, 2019
દોઢ વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં વાપસી થઈ આ ખેલાડીની, કરિયર બચાવવાની છે અંતિમ તક, જાણો વિગત
વર્લ્ડકપ ટીમમાં સામેલ આ ખેલાડીને વિન્ડિઝ પ્રવાસમાં ટીમમાં ન મળ્યું સ્થાન, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion