શોધખોળ કરો
Advertisement
આ દિગ્ગજ ક્રિકેટરે નિવૃત્તી મામલે ફરી ફેરવી તોડ્યું, કહ્યું- મેં નિવૃત્તીની વાત જ નથી કરી
હકીકતમાં ક્રિસ ગેલે સૌપ્રથમ વખત વર્લ્ડ કપ બાદ નિવૃત્તિની જાહેરાત કરી હતી.
નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝના વિસ્ફોટક ઓપનિગં બેટ્સમેન ક્રિસ ગેલે ભારત વિરૂદ્ધ ત્રીજી વનડે મેચ બાદ કહ્યું કે તેણે હજુ સુધી આંતરરાષઅટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તીની જાહેરાત નથી કરી. ત્રણ મેચની વનડે સીરીઝના અંતિમ મેચમાં વેસ્ટ ઇન્ડિઝની ભારત વિરૂદ્ધ ડકવર્થ લુઈસ નિયમ અનુસાર છ વિકેટે હારમનો સામનો કરવો પડ્યો. ગેલે મેચમાં શાનદાર બેટિંગ કરતાં માત્ર 41 બોલરમાં 72 રન બનાવ્યા.
હકીકતમાં ક્રિસ ગેલે સૌપ્રથમ વખત વર્લ્ડ કપ બાદ નિવૃત્તિની જાહેરાત કરી હતી. જોકે, વર્લ્ડ કપ દરમિયાન તેનું મન બદલાઈ ગયું હતું અને ભારત વિરુદ્ધ ઘરેલૂ શ્રેણી બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જોકે, તેણે ભારત સામે યોજાનાર ટેસ્ટ શ્રેણીમાં રમવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ પસંદગી સમિતિએ ટેસ્ટ શ્રેણી માટે તેની પસંદગી કરી ન હતી.
હવે ફરી ક્રિેસ ગેરે નિવૃત્તીને લઈને ફેરવી તોળ્યું છે. ક્રિેસ ગેલે એક વીડિયો મેસેજ દ્વારા નિવૃત્તીની વાતને ફગાવી દીધી છે. મેસેજમાં ગેલે સ્પષ્ટ કહ્યું છે કે, મેં હજુ સીધી કોઈ જાહેરાત નથી કરી, નિવૃત્તિ અંગે પણ કંઈ નથી કહ્યુ. ક્રિસ ગેલે એ વાતનો પણ સંકેત આપ્યો કે તે ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે.
39 વર્ષના ક્રિસ ગેલ બુધવારે ટીમ ઇન્ડિયા વિરુદ્ધ પોતાની 301મી વન ડે મેચ રમી હતી. ક્રિસ ગેલે આ મેચમાં 41 બોલમાં 72 રન ફટકાર્યા હતા. જોકે મેચમાં ટીમની હાર થઈ હતી. ગેલે 301 વન ડેમાં 37.83ની સરેરાશથી 10,480 રન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે ક્રિસ ગેલે આ મેચમાં ખાસ 301 નંબરની જર્સી પહેરી હતી. આઉટ થયા બાદ તેણે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે ગમ્મત પણ કરી હતી અને પોતાના અનોખા અંદાજમાં હેલમેટને બેટ પર રાખીને પેવેલિયન ગયો હતો. તેના હાવભાવ પરથી સ્પષ્ટ લાગી રહ્યું હતું કે ક્રિકેટની કારકિર્દીની તેની અંતિમ મેચ છે.The question you've all been asking..has @henrygayle retired from ODI cricket?👀 #MenInMaroon #ItsOurGame pic.twitter.com/AsMUoD2Dsm
— Windies Cricket (@windiescricket) August 14, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
દુનિયા
દેશ
Advertisement