શોધખોળ કરો
Advertisement
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફરતાં જ ક્રિસ ગેલે બનાવી દીધો મોટો રેકોર્ડ, બની ગયો ‘સિક્સર કિંગ’
બારબાડોસઃ આશરે 7 મહિના બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પરત ફરેલા યુનિવર્સ બોસ ક્રિસ ગેલે ઈતિહાસ રચી દીધો છે. ઈંગ્લેન્ડ સામે 5 મેચની વન ડે સીરિઝની પ્રથમ મેચમાં ક્રિસ ગેલે તેની ઈનિંગ દરમિયાન પ્રથમ સિક્સ મારવાની સાથે જ ઈન્ટરનેશલ ક્રિકેટમાં સૌથી વધારે સિક્સ મારનારો ખેલાડી બની ગયો હતો. આ પહેલા ગેલ અને આફ્રિદી 476 સિક્સ સાથે સંયુક્ત રીતે પ્રથમ નંબરે હતા.
વાંચોઃ આઉટ આપ્યો તો ગુસ્સે ભરાયેલા ખેલાડીએ તોડી નાખ્યું અંપાયરનું નાક, જાણો પછી શું થયું....
બારબાડોસમાં રમાયેલી પ્રથમ વન ડેમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ક્રિસે ગેલે 129 બોલમાં 135 રન ફટકાર્યા હતા. જેમાં 12 છગ્ગા અને ત્રણ ચોગ્ગા માર્યા હતા. જેના કારણે ગેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે છગ્ગા મારનારો ખેલાડી બની ગયો છે. સિક્સર કિંગના નામથી જાણીતો ગેલ વન ડેમાં અત્યાર સુધીમાં 287 સિક્સ ફટકારી ચુક્યો છે. જ્યારે T20માં 130 અને ટેસ્ટમાં 287 સિક્સ મારી ચુક્યો છે. ન્યૂઝિલેન્ડનો પૂર્વ કેપ્ટન બ્રેંડન મેક્કુલમ 398 છગ્ગા સાથે ત્રીજા, શ્રીલંકાનો પૂર્વ વિસ્ફોટક ઓપનર સનથ જયસૂર્યા 352 છગ્ગા સાથે ચોથા અને ભારતનો ઓપનર રોહિત શર્મા 349 છગ્ગા સાથે પાંચમા નંબર પર છે.
વાંચોઃ ક્રિસ ગેલે કરી વન ડેમાંથી નિવૃત્તિની જાહેરાત, જાણો ક્યાં રમશે છેલ્લી મેચ
વેસ્ટ ઈન્ડિઝે ક્રિસ ગેલની સદીની મદદથી 50 ઓવરમાં 360 રનનો તોતિંગ સ્કોર બનાવ્યો હોવા છતાં મેચમાં હાર થઈ હતી. ઈંગ્લેન્ડની ટીમે 48.4 ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ઇંગ્લેન્ડના ઓપનર જેસન રોયે 85 બોલમાં 123 રન (14 ચોગ્ગા અને 3 છગ્ગા) તથા કેપ્ટન જો રૂટે 97 બોલમાં 102 રન (નવ ચોગ્ગા) ફટકારતાં 8 બોલ બાકી હતા ત્યારે મેચ જીતી લીધી હતી.
ક્રિકેટ વિશ્વના સૌથી વિસ્ફોટક બેટ્સમેન પૈકીના એક વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલે તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે કહ્યું હતું કે, 30 મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થઈ રહેલો વર્લ્ડકપ તેના કરિયરની અંતિમ ટુર્નામેન્ટ હશે.
ગુજરાતમાં એસટી કર્મચારીઓની હડતાળ, સ્કૂલ-લગ્ન પ્રસંગમાં જતાં લોકો અટવાયા, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement