શોધખોળ કરો
Coronavirus: ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે ખેલાડી, કોચ, સ્ટાફના પગારમાં કર્યો ઘટાડો, જાણો વિગતે
ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે ઈંગ્લેન્ડ સામે ત્રણ મેચની ટેસ્ટ સીરિઝને મંજૂરી આપી દીધી છે.

જમૈકાઃ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે કોરોના મહામારીના કારણે કર્મચારીઓ અને ખેલાડીઓના વેતનમાં કામચલાઉ ધોરણે 50 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કોરોના વાયરસના કારણે અનેક ક્રિકેટ બોર્ડ નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહ્યા છે અને સ્થિતિ ક્યારે સામાન્ય થશે તેનો કોઈ સ્પષ્ટ રસ્તો જોવા નથી મળી રહ્યો. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે એક નિવેદનમાં જણાવ્યું કે, કર્મચારીઓ, ખેલાડીઓ અને એમ્પાયરો તથા કોચ માટે 50 ટકા પગાર ઘટડો 1 જુલાઈથી લાગુ કરવામાં વિલંબ કર્યો છે. અમને આશા છે કે અસ્થાયી ઉપાય ત્રણ થી છ મહિના સુધી જ હશે. તેનાથી વધારે સમય માટે નહીં હોય. આ નિર્ણય આર્થિક પડકારનો સામનો કરવા જરૂરી છે. વિશ્વભરના અન્ય આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ સંગઠનોની જેમ અમારું બોર્ડ પણ આવકના રૂપમાં એક મહત્વપૂર્ણ નુકસાનનો સામનો કરી રહ્યું છે, જેને લઈ હજુ સુધી સ્થિતિ સ્પષ્ટ થઈ શકી નથી. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે ઈંગ્લેન્ડ સામે ત્રણ મેચની ટેસ્ટ સીરિઝને મંજૂરી આપી દીધી છે. ઈંગ્લેન્ડમાં કેરેબિયન ટીમ બાયો સિક્યોર એનવાયરમેન્ટમાં રહેશે. જેસન હોલ્ડરની કેપ્ટનશિપમાં વિન્ડિઝની ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસ જૂનમાં ખેડવાની હતી પરંતુ કોવિડ-19 મહામારીના કારણે તેને સ્થગિત કરી દેવામાં આવી હતી. હવે બંને ટીમો વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરિઝ જુલાઈમાં રમાશે.
વધુ વાંચો




















