Test Century: ખુશ થઇ ગયો આ બેટ્સમેન, 7 વર્ષ ને 88 ઇનિંગના લાંબા ઇન્તજાર બાદ ફટકારી સદી
તેમ્બા બવુમા વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ આ મેચમાં હજુ પણ 275 બૉલમાં 20 ચોગ્ગાની મદદથી 171 રન બનાવીને અણનમ રમી રહ્યો છે.
South Africa vs West Indies, Temba Bavuma: દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટેસ્ટ સીરીઝની બીજી મેચ જૉહાનિસબર્ગના વાન્ડર્સ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આ મેચના ત્રીજા દિવસની રમત ખતમ થવા સુધી દક્ષિણ આફ્રિકાની ટીમે વેસ્ટ ઇન્ડિઝ પર મજબૂત પકડ બનાવી લીધી છે. આફ્રિકાએ 356 રનોની લીડ હાંસલ કરી લીધી છે, આ મેચ આફ્રિકન કેપ્ટન તેમ્બા બવુમા માટે ખાસ રહી. ખરેખરમાં તેને બીજી ટેસ્ટમાં બીજી ઇનિંગમાં 7 વર્ષના લાંબા ઇન્તજાર અને 88 ઇનિંગો બાદ છેવટે સદી ફટકારી છે.
88 ઇનિંગો બાદ તેમ્બા બવુમાએ ફટકારી સદી -
ટેમ્બા બવુમા માટે આ સદી બહુજ ખાસ રહી છે. તેને આ સદી માટે 7 વર્ષ અને 88 ટેસ્ટ ઇનિંગોનો ઇન્તજાર કરવો પડ્યો છે. મેચના ત્રીજા દિવસે તેમ્બા બવુમાએ શાનદાર બેટિંગ કરતા મેદાનમાં દરેક જગ્યાએ શૉટ્સ ફટકાર્યા. બવુમા માટે આ સદી એટલા માટે પણ ખાસ રહી કેમ કે આ દક્ષિણ આફ્રિકન કેપ્ટન તરીકે તેની પહેલી સદી હતી. વળી, બવુમાએ આ પહેલા વર્ષ 2016માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ પોતાની ટેસ્ટ કેરિયરની પહેલી સદી ફટકારી હતી. આવામાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ રમાયેલી તેની શતકીય ઇનિંગ તેની ટેસ્ટ કેરિયરની બીજી સદી છે.
તેમ્બા બવુમા વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ આ મેચમાં હજુ પણ 275 બૉલમાં 20 ચોગ્ગાની મદદથી 171 રન બનાવીને અણનમ રમી રહ્યો છે. આવામાં મેચના ચોથા દિવસે પણ બધાને આશા છે કે, તેમ્બા બવુમા બેવડી સદી ફટકારી દેશે.
ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાની પકડ મજબૂત -
ત્રીજા દિવસની રમત પુરી થવા સુધી દક્ષિણ આફ્રિકાની ટીમ 7 વિકેટના નુકશાને 287 રન બનાવી શકી હતી. ટીમના કેપ્ટન તેમ્બા બવુમા 171 રન બનાવીને હજુ પણ કેશવ મહારાજ સાથે રમી રહ્યો છે. વળી, દક્ષિણ આફ્રિકાએ મેચમાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ 356 રનોની જંગી લીડ બનાવી લીધી છે.
Father of Temba Bavuma clapping for his son's hundred ❤️#SAvWI #WIvSA pic.twitter.com/QrDuXy1xx6
— Drink Cricket 🏏 (@Abdullah__Neaz) March 10, 2023
What a beautiful moment.
— Johns. (@CricCrazyJohns) March 10, 2023
First Test century as a captain in front of his father, Take a bow, Temba Bavuma when the team was under huge pressure in the 2nd innings. pic.twitter.com/PFyvNgtSwC
Temba Bavuma gets his 2nd Test 100 👏🇿🇦
— SuperSport 🏆 (@SuperSportTV) March 10, 2023
What it means to him, his dad and his teammates 😍
📺 The isiXhosa commentary team said it best 👇 pic.twitter.com/sc7TuajY3c