T20 World Cup 2024નું ચિત્ર સ્પષ્ટ થયું, આ 6 ટીમો સુપર-8 માટે ક્વૉલિફાય, આ 10 ટીમોને જવુ પડ્યુ બહાર, વાંચો
T20 World Cup 2024 Super 8: T20 વર્લ્ડકપ 2024 એક મહત્વપૂર્ણ સિમાચિહ્ન પર પહોંચી ગયો છે. હવે ગૃપ મેચો પૂરી થવા જઈ રહી છે અને સુપર 8ની મેચો શરૂ થવાની છે
T20 World Cup 2024 Super 8: T20 વર્લ્ડકપ 2024 એક મહત્વપૂર્ણ સિમાચિહ્ન પર પહોંચી ગયો છે. હવે ગૃપ મેચો પૂરી થવા જઈ રહી છે અને સુપર 8ની મેચો શરૂ થવાની છે. ટીમ ઈન્ડિયા સુપર 8 માટે ક્વૉલિફાય થઈ ગઈ છે. તેની સાથે અત્યાર સુધીમાં 6 ટીમ સુપર-8માં પહોંચી ગઈ છે. જ્યારે પાકિસ્તાન સહિત 10 ટીમો બહાર થઈ ગઈ છે. ભારત સહિત અન્ય ટીમોનું શિડ્યૂલ હશે, જાણો અહીં....
ટીમ ઈન્ડિયાને સુપર-8માં 3 મેચ રમવાની છે. ભારતની પ્રથમ મેચ અફઘાનિસ્તાન સામે થશે. આ મેચ 20મી જૂને રમાશે. આ પછી ભારત અને ગ્રુપ ડીમાં બીજા સ્થાને રહેલી ટીમ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 22મી જૂને રમાશે. ટીમ ઈન્ડિયા 24 જૂને ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ ભારતની છેલ્લી સુપર 8 મેચ હશે.
આ છ ટીમોએ સુપર-8 માટે કર્યુ ક્વૉલિફાય
ભારત અને યુએસએ T20 વર્લ્ડકપ 2024ના ગ્રુપ Aમાંથી સુપર 8 માટે ક્વૉલિફાય થયા છે. ઓસ્ટ્રેલિયાએ ગ્રુપ બીમાંથી ક્વૉલિફાય કર્યું છે. બીજી ટીમ હજુ નક્કી થવાની બાકી છે. અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝે ગ્રુપ સીમાંથી સુપર 8 માટે ક્વોલિફાય કર્યું છે. દક્ષિણ આફ્રિકાએ ગ્રુપ ડીમાંથી સુપર 8 માટે ક્વોલિફાય કર્યું છે. આ ગ્રુપમાંથી બીજી ટીમનો નિર્ણય પણ હજુ લેવાનો બાકી છે.
પાકિસ્તાન સહિત આ ટીમો થઇ બહાર
ગ્રુપ Aમાંથી પાકિસ્તાન, કેનેડા અને આયર્લેન્ડની ટીમો T20 વર્લ્ડકપ 2024માંથી બહાર થઈ ગઈ છે. નામિબિયા અને ઓમાન ગ્રુપ બીમાંથી બહાર થઈ ગયા છે. ગ્રુપ Cની વાત કરીએ તો PNG, યુગાન્ડા અને ન્યુઝીલેન્ડ બહાર છે. નેપાળ અને શ્રીલંકાને ગ્રુપ ડીમાંથી બહાર થવું પડ્યું હતું.
સુપર-8 મેચોનો 19 જૂનથી પ્રારંભ
સુપર 8 મેચ 19 જૂનથી શરૂ થશે. તેની પ્રથમ મેચ યુએસએ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે છે. સુપર 8ની છેલ્લી મેચ 24મી જૂને રમાશે. આ મેચ અફઘાનિસ્તાન અને D2 વચ્ચે થશે. આ પછી પ્રથમ સેમિફાઇનલ મેચ 26 જૂને રમાશે. બીજી સેમિફાઇનલ મેચ 27 જૂને રમાશે. ફાઈનલ મેચ 29 જૂને રમાશે. આ મેચ બાર્બાડોસમાં રમાશે.