IND vs ENG ODI: ઇંગ્લેન્ડે ભારતને પ્રથમ વનડે જીતવા આપ્યો 249 રનોનો ટાર્ગેટ, હર્ષિત-જાડેજાની ધમાલ
IND vs ENG 1st ODI: ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા આવેલી ઇંગ્લિશ ટીમની શરૂઆત તોફાની રહી. ઇંગ્લિશ ટીમે માત્ર 6 ઓવરમાં 50 રન પૂરા કર્યા હતા

IND vs ENG 1st ODI: નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી સીરીઝની પહેલી વનડેમાં ઇંગ્લેન્ડ 248 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું અને ભારતને જીતવા માટે 249 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ઇંગ્લેન્ડની શરૂઆત સારી રહી. ફિલ સૉલ્ટ અને બેન ડકેટની ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 75 રનની ભાગીદારી કરી. પરંતુ આ પછી ભારતીય બોલરોએ વાપસી કરી અને ઇંગ્લેન્ડની ટીમ પૂરી 50 ઓવર પણ રમી શકી નહીં. ઈંગ્લેન્ડ તરફથી જૉસ બટલરે 52 રન અને જેકબ બેથેલે 51 રન બનાવ્યા. આ ઉપરાંત ફિલ સૉલ્ટે 43 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી ડેબ્યૂ કરી રહેલા હર્ષિત રાણાએ 53 રન આપીને 3 વિકેટ અને રવિન્દ્ર જાડેજાએ 26 રન આપીને 3 વિકેટ લીધી.
ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા આવેલી ઇંગ્લિશ ટીમની શરૂઆત તોફાની રહી. ઇંગ્લિશ ટીમે માત્ર 6 ઓવરમાં 50 રન પૂરા કર્યા. દરમિયાન, ફિલ સૉલ્ટે છઠ્ઠી ઓવરમાં રાણાની બૉલિંગમાં 26 રન (6, 4, 6, 4, 0, 6) બનાવ્યા. બીજા ઓપનર બેન ડકેટે પણ શમી સામે કેટલાક ઉત્તમ શોટ રમ્યા. ભારતને પહેલી સફળતા ફિલ સોલ્ટના રૂપમાં 75 રનના સ્કોર પર મળી, જે શ્રેયસ ઐયરના થ્રૉ પર રન આઉટ થયો.
સૉલ્ટે 26 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 43 રન બનાવ્યા. ત્યારબાદ હર્ષિત રાણાએ બીજા ઓપનર બેન ડકેટને પેવેલિયન મોકલ્યો. યશસ્વી જાયસ્વાલે ડકેટનો કેચ પકડ્યો. ડકેટે 29 બોલમાં 32 રન બનાવ્યા, જેમાં છ ચોગ્ગાનો સમાવેશ થાય છે. હર્ષિતે 10મી ઓવરના છેલ્લા બોલ પર વિકેટ પાછળ કેએલ રાહુલના હાથે હેરી બ્રુકને કેચ આઉટ કરાવ્યો. જો આપણે જોઈએ તો, ઈંગ્લેન્ડે 8 બોલમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી, જો રૂટ અને જોસ બટલરે મળીને ચોથી વિકેટ માટે 34 રનની ભાગીદારી કરી.
પ્રથમ વનડેમાં આજે ઇંગ્લેન્ડના કેપ્ટન જૉસ બટલરે ટૉસ જીત્યો હતો અને ભારત સામે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં ભારતીય ટીમમાં ફેરફારો જોવા મળ્યા હતા, વિરાટ કોહલી પ્રથમ વનડેમાં નથી રમી રહ્યો. આ મેચથી ઝડપી બૉલર હર્ષિત રાણાએ ભારતીય વનડે ટીમમાં ડેબ્યૂ કર્યુ હતુ, હર્ષિતે ઈંગ્લેન્ડ સામેની ચોથી T20 મેચમાં કોન્કશન સબસ્ટિટ્યુટ તરીકે T20 ડેબ્યૂ કર્યું હતું અને પહેલી જ મેચમાં પ્રભાવિત કરવામાં સફળ રહ્યો હતો. હવે તેને ઇંગ્લેન્ડ સામેની પહેલી વનડે મેચ માટે તક આપવામાં આવી હતી. આ ઉપરાંત યશસ્વી જાયસ્વાલે પણ વનડેમાં ડેબ્યૂ કર્યુ હતુ. આ મેચથી યશસ્વી જાયસ્વાલે પણ પોતાનું વનડે ડેબ્યૂ કર્યુ. હર્ષિત સાથે તેને ટીમ કેપ પણ પહેરાવવામાં આવી હતી.
ભારતની પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, શ્રેયસ ઐયર, શુભમન ગીલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી.
ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન
બેન ડકેટ, ફિલ સૉલ્ટ (વિકેટકીપર), જૉ રૂટ, હેરી બ્રૂક, જૉસ બટલર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટૉન, જેકબ બેથેલ, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, સાકિબ મહમૂદ.
આ પણ વાંચો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
