ભારત સામે શરમજનક હાર પર જૉસ બટલરનો ગુસ્સો, બોલ્યો- બે ઘોડાઓની રેસમાં અમે............
વનડે ક્રિકેટમાં છેલ્લા 10 વર્ષોમાં ઇંગ્લેન્ડ ટીમને પહેલી વાર 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે. આ હારથી ઇંગ્લિશ કેપ્ટન જૉસ બટલર એટલો બધો ગિન્નાયો છે
England vs India 1st ODI: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મંગળવારે લંડનના કેનિંગ્ટન ઓવલ (Kennington Oval, London) માં રમાયેલી પહેલી વનડે મેચમાં ભારતીય ટીમની શાનદાર જીતી થઇ છે. ત્રણ મેચોની સીરીઝમાં ભારતીય ટીમે 1-0થી લીડ બનાવી લીધી છે. જોકે આ મેચ બાદ ઇંગ્લિશ કેપ્ટન જૉસ બટલરે ગુસ્સો પોતાના પર જ ઠાલવ્યો છે. તેને હાર પર મોટુ નિવેદન આપ્યુ છે.
ખાસ વાત છે કે વનડે ક્રિકેટમાં છેલ્લા 10 વર્ષોમાં ઇંગ્લેન્ડ ટીમને પહેલી વાર 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે. આ હારથી ઇંગ્લિશ કેપ્ટન જૉસ બટલર એટલો બધો ગિન્નાયો છે કે, તેને મોટુ નિવેદન આપી દીધુ. જૉસ બટલરે કહ્યું - અમારા માટે એકદમ મુશ્કેલ દિવસ હતો, બે ઘોડાઓની રેસમાં અમે ત્રીજા નંબર પર આવ્યા. મુશ્કેલ મેચ બાદ અમે લૉર્ડ્સમાં રમાયેલી આગામી મેચ માટે તૈયાર રહેવુ પડશે.
આ મેચમાં ભારતીય ફાસ્ટ બૉલરોએ શાનદાર પ્રદર્શન કર્યુ, બટલરે કહ્યું કે, - ભારતીય બૉલરોએ સ્થિતિને ખુબજ સારી રીતે ઓળખી અને લય મેળવી, તેમને પાવરપ્લેમાં ખુબ જ સારી બૉલિંગ કરી, અમને પણ આશા હતી કે બૉલ સ્વિંગ થશે. જસપ્રીત બુમરાહે ખાસ કરીને સારુ પ્રદર્શન કર્યુ.
ઇંગ્લેન્ડના કેપ્ટનને જ્યારે પુછવામાં આવ્યુ કે આગામી વનડે મેચમાં તે પોતાની રણનીતિ બદલશે. આના જવાબમાં તેમને કહ્યું કે, હું હજુ આના પર કંઇજ નથી કહી શકતો. અમે આના વિશે જરૂર ચર્ચા કરીશું અમારા કેટલાક ખેલાડીઓ પોતાની ટેસ્ટ કેરિયરમાં સર્વશ્રેષ્ઠ ફોર્મમા છે, તે અહીં ટીમમાં છે પરંતુ સારુ નથી કરી શકતા. ઉલ્લેખનીય છે કે સીરીઝની બીજી વનડે મેચ ગુરુવારે લૉર્ડ્સના મેદાન પર રમાશે.
આ પણ વાંચો........
Tata Nexon EV : ટાટા નેક્સને ભારતમાં લોન્ચ કરી EV Prime, જાણો કિંમત
Guru Purnima 2022: જો કુંડલીમાં હોય ગુરૂ દોષ તો ગુરુપૂર્ણિમાના દિવસે કરો આ સરળ ઉપાય, મળશે રાહત
Guru Purnima 2022: ગુરુ માત્ર બે અક્ષરનો શબ્દ સમૂહ નથીઃ પૂ.પા.ગો.108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી
ગુજરાત સરકાર સૌરાષ્ટ્રને આપશે વધુ એક મોટી ભેટ, જાણો શું છે ખુશીના સમાચાર?
Guru Purnima 2022: શું આપને દરેક કાર્યમાં મળે છે નિષ્ફળતા તો ગુરૂપૂર્ણિમાના અવસરે કરો આ અચૂક ઉપાય