(Source: ECI/ABP News/ABP Majha)
Faf Play for Super Kings Again: ફરીથી CSK માટે રમતો જોવા મળશે ફાફ ડુ પ્લેસિસ, CSA લીગમાં ભાગ લેશે
સાઉથ આફ્રીકાના પૂર્વ કેપ્ટન અને લાંબા સમય સુદી IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમનાર અનુભવી સ્ટાર બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસ એક વાર ફરીથી સુપરકિંગ્સ માટે રમતો જોવા મળશે.
Faf Du Plesis in CSA League: સાઉથ આફ્રીકાના પૂર્વ કેપ્ટન અને લાંબા સમય સુદી IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમનાર અનુભવી સ્ટાર બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસ એક વાર ફરીથી સુપરકિંગ્સ માટે રમતો જોવા મળશે. ચેન્નાઈ સુપર કિંગ્સે આગામી સાઉથ આફ્રિકા લીગમાં પોતાની ટીમમાં ફાફ ડુ પ્લેસિસને સાઈન કર્યો છે. સાઉથ આફ્રીકાના આ સ્ટાર બેટ્સમેને વર્ષ 2011 થી 2021 સુધી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આઈપીએલમાં પ્રતિનિધિત્વ કર્યું હતું. જો કે, આ વર્ષે થયેલી હરાજીમાં ફાફ ડુ પ્લેસિસ બેંગ્લોરની ટીમનો ભાગ બની ગયો હતો અને ગત આઈપીએલ સીઝનમાં બેંગ્લોરની ટીમનો કેપ્ટન રહ્યો હતો.
ફ્રેંચાઈજીએ હજી નથી કર્યો ખુલાસોઃ
જો કે, ટીમ ફ્રેંચાઈજી તરફથી ડુ પ્લેસિસના જોડાવા અંગે હજી સુધી ખુલાસો નથી કર્યો. પરંતુ અહેવાલો મુજબ ચેન્નાઈ સુપર કિંગ્સની જોહાન્સબર્ગ ફ્રેંચાઈજીએ ઈંગ્લેન્ડના ઓલ રાઉન્ડર અને આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમનાર મોઈન અલીને પણ સાઈન કર્યો છે. મોઈન UAE લીગની જગ્યએ CSA લીગમાં ભાગ લેશે. સીએસએ લીગના અધિકારીઓએ સૌ પ્રથમ બધી ફ્રેંચાઈજીઓ માટે પાંચ ખેલાડીઓની યાદી જમા કરવા માટે કહ્યું છે. આ પાંચ ખેલાડીઓમાં એક સાઉથ આફ્રિકાનો ખેલાડી, ત્રણ વિદેશી ખેલાડી, એક દેશમાંથી બેથી વધુ ખેલાડી અને એક અનકેપ્ડ ખેલાડી હોવો જોઈએ.
MIની ટીમના પણ ઘણા સ્ટાર ખેલાડીઓનો સમાવેશઃ
ચેન્નાઈ સુપર કિંગ્સ સિવાય મુંબઈ ઈન્ડિયન્સે પણ પોતાની ટીમ કેપટાઉનના ઘણા મોટા ખેલાડીઓનો સમાવેશ કર્યો છે. મુંબઈએ પોતાની ટીમમાં લિયામ લિવિંગસ્ટન, કાગિસો રબાડા, રાશિદ ખાન અને સૈમ કરનને ટીમમાં લીધા છે. આ લીગમાં જોડાઈ રહેલા મોટા નામોથી અનુમાન લગવાઈ રહ્યું છે, આ લીગમાં પણ આઈપીએલ જોવો રોમાંચ ફેન્સને જોવા મળશે.
આ પણ વાંચોઃ
RBIએ આ બેન્કનું લાયસન્સ કર્યું રદ, છ સપ્તાહમાં બેન્ક થઇ જશે બંધ, શું તમારું તો એકાઉન્ટ નથી ને ?
'જીન્સ ના પહેર, હવે તારા લગ્ન થઇ ગયા છે...' પતિએ ટોકતા પત્નીએ કરી દીધી હત્યા
'કોઇ પણ પેટ્રોલ-ડીઝલ મફત આપવાની જાહેરાત કરી દેશે ' PM મોદીના આ નિવેદન પર કેજરીવાલે શું કર્યો પલટવાર?