(Source: ECI | ABP NEWS)
Rahul Dravid: લોડિંગ ઓટોએ કારને મારી ટક્કર, રાહુલ દ્રવિડ જોવા મળ્યો નારાજ, જુઓ વીડિયો
વીડિયોમાં દ્રવિડ ડ્રાઇવરને કહેતો જોવા મળે છે કે ટક્કર બાદ તેની કારને નુકસાન થયું છે

Rahul Dravid Car Accident: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ ફરી એકવાર ચર્ચામાં છે. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ એક લોડિંગ ઓટોના ડ્રાઈવર સાથે દલીલ કરતા જોવા મળે છે. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કોચ દ્રવિડનો આ વીડિયો બેંગલુરુનો હોવાનું કહેવાય છે. વાસ્તવમાં દ્રવિડની કાર અને તે લોડિંગ ઓટો વચ્ચે એક નાની ટક્કર થઈ હતી. વીડિયોમાં દ્રવિડ ડ્રાઇવરને કહેતો જોવા મળે છે કે ટક્કર બાદ તેની કારને નુકસાન થયું છે.
Rahul Dravid’s Car touches a goods auto on Cunningham Road Bengaluru #RahulDravid #Bangalore pic.twitter.com/AH7eA1nc4g
— Spandan Kaniyar ಸ್ಪಂದನ್ ಕಣಿಯಾರ್ (@kaniyar_spandan) February 4, 2025
આ ઘટના મંગળવાર (4 ફેબ્રુઆરી) ના રોજ બની હોવાનું કહેવાય છે. સાંજે લગભગ સાડા છ વાગ્યે દ્રવિડ પોતાની કાર લઇને ક્યાંક જઇ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. હાલમાં આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. આ ઘટના બેંગલુરુના હાઇ ગ્રાઉન્ડ્સ ટ્રાફિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.
આ કેસમાં કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ દ્રવિડ પોતાની કાર SUVમાં ઇન્ડિયન એક્સપ્રેસ સર્કલથી હાઇ ગ્રાઉન્ડ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમને ભારે ટ્રાફિકનો સામનો કરવો પડ્યો હતો. આ ટ્રાફિક દરમિયાન અચાનક એક લોડિંગ ઓટોએ દ્રવિડની કારને પાછળથી ટક્કર મારી હતી.
દ્રવિડે ઓટો ડ્રાઈવરનો ફોન નંબર પણ લીધો
આ મામલે એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, 'આ એક નાની ઘટના હતી, જેનો ઉકેલ સ્થળ પર જ લાવી શકાયો હોત. હાલમાં અમને આ મામલે કોઈ ફરિયાદ મળી નથી. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ટક્કર પછી દ્રવિડ ખૂબ જ નિરાશ દેખાતો હતો અને તે કન્નડ ભાષામાં ડ્રાઇવરને કંઈક કહી રહ્યો હતો.
દ્રવિડે પોતાની કારને થયેલા નુકસાનનું પણ નિરીક્ષણ કર્યું અને ડ્રાઇવરને તેના વિશે માહિતી આપી હતી. એવું પણ જાણવા મળ્યું છે કે જતા સમયે દ્રવિડે ઓટો ડ્રાઈવરનો ફોન નંબર અને રજિસ્ટ્રેશન નંબર પણ લીધો હતો.
'ચેમ્પિયન્સ ટ્રોફી તેની છેલ્લી...', સુરેશ રૈનાએ રોહિત શર્માને લઈ કરી ચોંકાવનારી ભવિષ્યવાણી




















