ભારતની આ મહિલા ક્રિકેટર બની 2021ની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર, બીજીવાર મેળવ્યુ આઇસીસીનું આ મોટુ સન્માન, જાણો.................
ભારતીય ક્રિકેટ ટીમની ઓપનર ગયા વર્ષે 22 આંતરરાષ્ટ્રીય મેચમાં 38.86 ની એવરેજથી 855 રન બનાવ્યા હતા. તેને ગયા વર્ષે એક સદી અને 5 અડધીસદી ફટકારી હતી.
નવી દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનર સ્મૃતિ મંધાના (Smriti Mandhana)ને આઇસીસી વૂમેન્સ ક્રિકેટર ઓફ ધ યરથી સન્માનિત કરવામાં આવી છે. સ્મૃતિ મંધાનાએ પોતાની કેરિયરમાં બીજી વાર વર્ષનો આ સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર (ICC Womens Cricketer Of The Year) જીત્યો છે. આ પહેલા તેને 2018માં આ કારનામુ કરી બતાવ્યુ હતુ. વળી, બીજીબાજુ પુરુષ કેટેગરીની વાત કરીએ તો આ આઇસીસીનો કોઇપણ એવોર્ડ કોઇપણ કેટેગરીમાં ભારતીય ખેલાડી હાંસલ નથી કરી શક્યો.
ભારતીય ક્રિકેટ ટીમની ઓપનર ગયા વર્ષે 22 આંતરરાષ્ટ્રીય મેચમાં 38.86 ની એવરેજથી 855 રન બનાવ્યા હતા. તેને ગયા વર્ષે એક સદી અને 5 અડધીસદી ફટકારી હતી. ભારતીય ટીમ માટે ભલે ગયુ વર્ષ સારુ ના ગયુ હોય, પરંતુ સ્મૃતિ મંધાનાને પોતાની બેટિંગનો દમ જરૂર બતાવ્યો હતો. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ લિમીટેડ ઓવરોની સીરીઝમાં, જ્યાં ભારતે ઘરમાં 8 મેચોમાંથી માત્ર બે જમાં જીત મેળવી હતી. સ્મૃતિ મંધાના આ બન્ને મેચોમાં ટીમની જીતમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી.
A year to remember 🤩
— ICC (@ICC) January 24, 2022
Smriti Mandhana's quality at the top of the order was on full display in 2021 🏏
More on her exploits 👉 https://t.co/QI8Blxf0O5 pic.twitter.com/3jRjuzIxiT
તેને બીજી વનડેમાં અણનમ 80 રન બનાવ્યા હતા, ભારતે આ મેચમાં 158 રનનો પીછો કરતા જીત નોંધાવી હતી. આ જીતની સાથે ભારતે સીરીઝમાં બરાબરી કરી હતી. વળી ફાઇનલ ટી20માં તેને અણનમ 48 રન ઠોકીને ટીમને જીત અપાવી હતી. આ ઉપરાંત સ્મૃતિ મંધાનાએ મહિલા ક્રિકેટ ટીમના ગયા વર્ષ રમાયેલા ઇંગ્લેન્ડ પ્રવાસ પર પણ સારી બેટિંગ કરી હતી. તેને બ્રિસ્ટલમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટની પહેલી ઇનિંગમાં 78 રન બનાવ્યા હતા, આ મેચ ડ્રૉ થઇ હતી.
આ પણ વાંચો..........
Health Tips: ઓમિક્રોનથી બચાવશે આ શાકભાજી, ઇમ્યુનિટી પણ થશે મજબૂત, ડાયટમાં કરો સામેલ
અમેઝિંગ ટ્રિક્સઃ ચેટને મજેદાર બનાવવા Whatsappમાં કરી દો આ બે સેટિંગ, બદલાઇ જશે તમારુ એક્સપીરિયન્સ
Gmail Safety Tips: આ આસાન રીતે જાણો તમારુ Gmail હેક થયુ છે કે નહીં.............
ગુજરાતમાં કોરોનાનો હાહાકાર, એક્ટિવ કેસનો આંકડો 134837 પર પહોંચ્યો
UPSC Recruitment 2022: UPSC માં ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર પડી, તમે પણ બની શકો છો અધિકારી