ICCની કડક સજા, આ ક્રિકેટરને 10 મહિના માટે ક્રિકેટમાંથી કરી દીધો સસ્પેડ, જાણો શું છે આરોપ
આઇસીસીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, શાહિદુલ ઇસ્લામથી આ ભૂલ અજાણ્યામાં કરાઇ, ખરેખરમાં, તેને અજાણતામાં સેવ કરી લીધુ
Shohidul Islam Ban: બાંગ્લાદેશના ફાસ્ટ બૉલર શાહિદુલ ઇસ્લામને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે સસ્પેન્ડ કરી દીધો છે. ખરેખરમાં, બાંગ્લાદેશના ફાસ્ટ બૉલર ડૉપિંગ રોધી સંહિતાના અનુચ્છેદ 2.1 ના ઉલ્લંઘનનો દોષી ઠર્યો છે. હવે શાહિદુલ ઇસ્લામ આગામી 10 મહિના સુધી ક્રિકેટના મેદાન પર નહીં દેખાય. આ પહેલા 4 માર્ચ, 2022એ ઢાકામાં આઇસીસીના આઉટ-ઓફ-કૉમ્પિટિશન પરીક્ષણ કાર્યક્રમમાં આ ખેલાડીનો સેમ્પલ લેવામા આવ્યુ હતુ.
આઇસીસીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, શાહિદુલ ઇસ્લામથી આ ભૂલ અજાણ્યામાં કરાઇ, ખરેખરમાં, તેને અજાણતામાં સેવ કરી લીધુ. આઇસીસીએ પોતાના નિવેદનમાં આગળ કહ્યું કે, એક દવામાં નિહિત હતુ જેમાં વૈધ રીતે મેડિકલ કારણો નક્કી કરવામાં આવ્યા હતા, સાથે જ શાહિદુલ ઇસ્લામના નિવેદનથી અમે સંતુષ્ટ છીએ.
શાહિદુલ ઇસ્લામે સ્વીકારી પોતાની ભૂલ -
વળી, આ 27 વર્ષી ફાસ્ટ બૉલરે ઉલ્લંઘનનો સ્વીકર કર્યો અને 10 મહિનાના સસ્પેન્ડનને પણ માની લીધુ છે. એટલે તે 28 માર્ચ 2023 એ ક્રિકેટમાં વાપસીના પાત્ર બનશે. શાહિદુલ ઇસ્લામ બાંગ્લાદેશ માટે એકમાત્ર ટી20 મેચ રમ્યો છે, જેમાં તેને સીરીઝની ત્રીજી અને અંતિમ મેચમાં મોહમ્મદ રિઝવાનની વિકેટ લીધી હતી. જોકે, આ સીરીઝને પાકિસ્તાને 3-0થી જીતી લીધી હતી.
આ પણ વાંચો..........
Corona ના વધતા કેસોએ ફરી ચિંતા વધારી, જાણો ક્યાં ફેસ માસ્ક લગાવવું ફરજિયાત થયું
સંસદ ભવન પરિસરમાં હવે ધરણા, ભૂખ હડતાળ કરવા પર પ્રતિબંધ, કોગ્રેસે કહ્યુ- D(h)arna Mana Hai!
Gujarat Rain: રાજ્યમાં 207 જળાશયોમાં 50.91% પાણીનો સંગ્રહ, 36 ડેમ હાઈ એલર્ટ પર