ગુજરાતના 15 જિલ્લા સહિત 4 રાજ્યોના 38જિલ્લાનું અલગ ભીલ રાજ્ય બનાવવાનો મુદ્દો ટ્વીટર પર ટ્રેન્ડ, જાણો વિગત
દેશમાં વધુ એકવાર અલગ રાજ્યની માંગ ઉઠી છે. સોશિયલ મીડિયા ટ્વીટર પર #Separate_State_Bhilpradesh ટ્રેન્ડ કરી રહ્યું છે.
અમદાવાદઃ દેશમાં વધુ એકવાર અલગ રાજ્યની માંગ ઉઠી છે. સોશિયલ મીડિયા ટ્વીટર પર #Separate_State_Bhilpradesh ટ્રેન્ડ કરી રહ્યું છે. આ ટ્રેન્ડ સાથે રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના 38 જિલ્લાનું અલગ રાજ્ય બનાવવાની માંગણી કરવામાં આવી છે. જેને ભીલ પ્રદેશ કહેવામાં આવ્યું છે.
Jai Johar
— Arun Katara Palvadi (@arunjkatara) July 15, 2022
Use your pen 🖊 today and give voice to our long cherished dream of Bhil Pradesh. If you fail in doing so, our people will continue to fall prey to atrocities and tyranny poverty. To save our land, water & Forest we want #Separate_State_Bhilpradesh pic.twitter.com/jETwfO0G2f
This was the map of Bhil country in 1896. Most of the states in India were divided or reformed on the basis of the language and culture. Why were the Bhil community and the Bhili language deprived of their right to have a #Separate_State_Bhilpradesh then❓We want it right now. pic.twitter.com/rZXmO5dM5B
— Arun Katara Palvadi (@arunjkatara) July 15, 2022
ગુજરાતના 15, મહારાષ્ટ્ર 6, રાજસ્થાનના 10 અને મધ્યપ્રદેશના 7 જિલ્લા મળીને 38 જિલ્લા સાથેનું ભીલ પ્રદેશ નામનું રાજ્ય બનાવવાની માંગણી કરવામાં આવી રહી છે.
This was the map of Bhil country in 1896. Most of the states in India were divided or reformed on the basis of the language and culture. Why were the Bhil community and the Bhili language deprived of their right to have a #Separate_State_Bhilpradesh then❓#मोदी_आया_रुपया_गिराया pic.twitter.com/fuhXdlSF7F
— Er Dilkhush Meena (@MuradiyaD) July 15, 2022
અલગ રાજ્યની માંગણી સાથે ટ્વીટર પર 20 હજારથી વધુ ટ્વીટ કરવામાં આવ્યા છે. તેમજ આ આંકડો હજુ વધી રહ્યો છે. ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા ગ્રામીણ, નર્મદા, ભરુચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાનો આ માંગણીમાં સમાવેશ કરાયો છે.