IND vs ENG, 4th T20: આજે ટીમ ઈન્ડિયામાં થશે ગબ્બરની વાપસી, જૂની ઓપનિંગ જોડી ફરી જમાવશે રંગ
IND vs ENG, 4th T20: ભારત માટે ચિંતાજનક બાબત ઓપનિંગ જોડીની નિષ્ફળતા છે. ભારતની ઓપનિંગ જોડી ત્રણ મેચમાં હજી સુધી ડબલ ફિગરની ભાગીદારી નોંધાવી શકી નથી.
અમદાવાદઃ ક્રિકેટના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી-20 શ્રેણી પૈકીની ચોથી ટી-20 રમાશે. ત્રણ મેચની સમાપ્તિ બાદ પ્રવાસી ટીમ 2-1થી આગળ છે. ભારતે શ્રેણી જીવંત રાખવા આજની મેચ કોઈપણ હિસાબે જીતવી પડે તેમ છે. આ દરમિયાન સૌની નજર ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન લોકેશ રાહુલ પર રહેશે. એક રિપોર્ટ પ્રમાણે આજની મેચમાં લોકેશ રાહુલના સ્થાને શિખર ધવનનો સમાવેશ થઈ શકે છે.
ભારત માટે શું છે ચિંતાજનક વાત
ભારત માટે ચિંતાજનક બાબત ઓપનિંગ જોડીની નિષ્ફળતા છે. ભારતની ઓપનિંગ જોડી ત્રણ મેચમાં હજી સુધી ડબલ ફિગરની ભાગીદારી નોંધાવી શકી નથી. પહેલી મેચમાં શિખર ધવન અને રાહુલે ઓપનિંગ કર્યુ હતુ અને બંને નિષ્ફળ ગયા હતા. બીજી મેચમાં ઇશાન કિશન અને રાહુલે ઓપનિંગ કર્યુ હતુ અને તેમા રાહુલ ખાતુ ખોલાવ્યા વગર આઉટ થઈ ગયો હતો. ત્રીજી મેચમાં રોહિત શર્મા અને રાહુલે ઓપનિંગ કર્યુ હતું અને બંને ઓપનરો નિષ્ફળ ગયા હતા. જો ભારતે શ્રેણી વિજયની આશા જીવંત રાખવી હોય તો ઓપનિંગ જોડીએ સારો દેખાવ કરવો પડશે. લોકેશ રાહુલની નિષ્ફળતા બાદ આજે તેને બહાર કરવામાં આવી શકે છે અને તેના સ્થાને રોહિત શર્માના જૂના જોડીદાર શિખર ધવનને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.
શું કહ્યું કોહલીએ
લોકેશ રાહુલ ટી-20 સીરિઝમાં સદંતર ફ્લોપ રહ્યો છે. છેલ્લી બે ટી-20માં તે ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. જો કે કોહલીએ રાહુલનું સમર્થન કરતા જણાવ્યું છે કે બ-ત્રણ મેચોની નિષ્ફળતાથી કોઈ બટ્સમેને ખરાબ બની જતો નથી. રાહુલ ચેમ્પિયન ખેલાડી છે. કોહલી ઉપરાંત ટીમ ઈન્ડિયાનો બેટિંગ કોચ વિક્રમ રાઠોર પણ રાહુલના સમર્થનમાં આવ્યો છે. તેણે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટનો ભારતનો શાનદાર ખેલાડી ગણાવ્યો હતો.
ચોથી ટી-20ની સંભવિત ભારતીય ટીમઃ શિખર ધવન, રોહિત શર્મા, ઈશાન કિશન, વિરાટ કોહલી, રિષભ પંત, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, નવદીપ સૈની, ભુવનેશ્વર કુમાર, યુઝવેંદ્ર ચહલ
દેશના આ રાજ્યમાં ટ્રક ડ્રાઇવરને હેલમેટ ન પહેરવાનો અપાયો મેમો, જાણો વિગત
Surat: કોરોનાના હાહાકાર બાદ બહારથી આવતાં મુસાફરોએ આ ફોર્મ ફરજીયાત ભરવું પડશે, જાણો વિગતે