(Source: ECI/ABP News/ABP Majha)
IND vs SA 2nd ODI: આવતીકાલે સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે બીજી વન-ડે મેચ, આવી હોઇ શકે છે ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન
પ્રથમ વન-ડેમાં 31 રનથી હાર મેળવ્યા બાદ ટીમ ઇન્ડિયાએ સીરિઝને જીવંત રાખવા માટે બીજી વન-ડે મેચ જીતવી ખૂબ જરૂરી છે.
South Africa vs India 2nd ODI: પ્રથમ વન-ડેમાં 31 રનથી હાર મેળવ્યા બાદ ટીમ ઇન્ડિયાએ સીરિઝને જીવંત રાખવા માટે બીજી વન-ડે મેચ જીતવી ખૂબ જરૂરી છે. સાઉથ આફ્રિકાની નજર બીજી મેચ જીતીને સીરિઝ પોતાના નામે કરવા પર રહેશે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી વન-ડે આવતીકાલે રમાશે. સાઉથ આફ્રિકા ત્રણ વન-ડે મેચની સીરિઝમાં 1-0થી આગળ છે.
કેએલ રાહુલને પ્રથમ મેચમાં કેપ્ટનના રૂપમાં નિષ્ફળતા મળી હતી. ભારતીય બેટ્સમેનોએ પ્રથમ વન-ડેમાં ખરાબ પ્રદર્શન કર્યું હતું જેનાથી ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ઓપનર શિખર ધવને શાનદાર અડધી સદી ફટકારી ફોર્મ મેળવ્યું હતું.
સાઉથ આફ્રિકાનું બોલિંગ અને બેટિંગમાં ભારત કરતા સારુ પ્રદર્શન રહ્યું છે. સૌથી મહત્વનો સવાલ એ છે કે જો વેંકટેશ ઐય્યરને પાસે બોલિંગ નથી કરાવવી તો તે ટીમમાં શું કરી રહ્યો છે. જ્યારે ચહલ અને શાર્દુલ ઠાકુરને સાઉથ આફ્રિકાના બેટ્સમેનો સારી રીતે રમી રહ્યા હતા તો વેંકટેશનો છઠ્ઠા બોલર તરીકે તક કેમ આપવામાં આવી નહીં.
બીજી વન-ડે મેચ એ જ મેદાન પર રમાશે જ્યાં પ્રથમ વન-ડે મેચ રમાઇ હતી. એવામાં એકવાર ફરી પિચ ખૂબ ધીમી રહેશે. સ્પિનર્સને અહી ખૂબ મદદ મળશે.
ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ
કેએલ રાહુલ (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐય્યર, ઋષભ પંત, શાર્દુલ ઠાકુર, યુઝર્વેન્દ્ર ચહલ, આર.અશ્વિન, ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહ
સાઉથ આફ્રિકાની સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ
ટેમ્બા બાવુમા (કેપ્ટન), કેશવ મહારાજ, ક્વિન્ટન ડિકોક, માર્કો જાનસેન, જાનેમન મલાન, અડેન માર્કરામ, ડેવિડ મિલર, લુંગી એનગિડી, એન્ડિલે ફેલુકવાયો, તબરેજ શમ્સી અને રાસી વાન ડન ડુસેન
Aadhaar Card: આધાર કાર્ડમાં આવેલો ફોટો નથી ગમતો ? આ Tips અપનાવીને લગાવો મનપસંદ ફોટો
ICC Men's Test team 2021: ICCની 2021ની Test ટીમમાં ભારતના કયા ત્રણ ઘાતક ખેલાડીઓને મળ્યું સ્થાન ?