ICC Men's Test team 2021: ICCની 2021ની Test ટીમમાં ભારતના કયા ત્રણ ઘાતક ખેલાડીઓને મળ્યું સ્થાન ?
ઓપનર રોહિત શર્મા, વિકેટકીપર ઋષભ પંત અને ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિન ICC ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવામાં સફળ થયા છે.
ICC Test Team of the Year 2021: ODI અને T20 બાદ ICCએ વર્ષ 2021 માટે ટેસ્ટ ટીમની પણ જાહેરાત કરી છે. ટેસ્ટ ટીમમાં ભારતના ત્રણ ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. ઓપનર રોહિત શર્મા, વિકેટકીપર ઋષભ પંત અને ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિન ICC ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવામાં સફળ થયા છે. આ ટીમમાં સૌથી વધુ ત્રણ ખેલાડીઓ ભારત અને પાકિસ્તાનના છે. ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસનને ટીમની કમાન સોંપવામાં આવી છે.
ICC ODI અને T20 ટીમમાં કોઈપણ ભારતીય ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો નથી, પરંતુ ત્રણ ખેલાડીઓ ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવી ચૂક્યા છે. ભારતીય ટીમે 2021માં બહુ ઓછી ODI રમી હતી અને T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. આ કારણે ભારતનો કોઈ ખેલાડી આ બંને ટીમોમાં જગ્યા બનાવી શક્યો નથી. જો કે રોહિત, અશ્વિન અને પંતને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
કયા દેશના કેટલા ખેલાડીઓ સામેલ છે?
ICCની ટેસ્ટ ટીમમાં સૌથી વધુ ત્રણ ખેલાડીઓ ભારત અને પાકિસ્તાનના છે. તે જ સમયે, 2021 માં ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતનાર ન્યુઝીલેન્ડની ટીમના કેપ્ટન કેન વિલિયમસનને ટીમની કમાન સોંપવામાં આવી છે. તેના સિવાય કાયલ જેમિસન ટીમનો બીજો કિવી ખેલાડી છે. આ ટીમમાં પાકિસ્તાનના હસન અલી, ફવાદ આલમ અને શાહીન આફ્રિદી સામેલ છે. આ સિવાય ઓસ્ટ્રેલિયાના માર્નસ લાબુશેન, ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ અને શ્રીલંકાના દિમુથ કરુણારત્ને પણ ટીમનો ભાગ છે.