શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
INDvsWI 2nd ODI: ભારતનો 107 રનથી વિજય, કુલદીપની હેટ્રિક, સીરિઝ 1-1થી બરાબર
વન ડેમાં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે પાંચમા નંબરનો સૌથી મોટો વિજય, રોહિત શર્માને 159 રનની શાનદાર ઈનિંગ રમવા બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરાયો.
વિશાખાપટ્ટનમઃ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાયેલી બીજી વન ડેમાં ભારતનો 107 રનથી શાનદાર વિજય થયો હતો. ભારતે મેચ જીતવા આપેલા 388 રનના લક્ષ્યાંકની સામે વેસ્ટ ઈન્ડિઝની ટીમ 43.3 ઓવરમાં 280 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. જીત સાથે જ ભારતે ત્રણ મેચની સીરિઝ 1-1થી બરાબર કરી છે. વન ડેમાં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે પાંચમા નંબરનો સૌથી મોટો વિજય છે. રોહિત શર્માને 159 રનની શાનદાર ઈનિંગ રમવા બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
શાઈ હોપ-નિકોલસ પૂરનની લડત, કુલદીપની હેટ્રિક 388 રનના ટાર્ગેટને હાંસલ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમે સંભાળીને શરૂઆત કરી હતી. ઓપનરોએ 61 રનની પાર્ટનરશિપ કરી હતી. શાઈ હોપે 85 બોલમાં 78 રન, નિકોલસ પૂરને 47 બોલમાં 75 રન અને કિમો પોલે 42 બોલમાં 46 રન બનાવી ભારતીય બોલર્સનો પ્રતિકાર કર્યો હતો. શાઈ હોપને 0 રને અને પૂરનને 23 રને જીવતદાન મળ્યું હતું. ભારત તરફથી કુલદીપ યાદવે હેટ્રિક લીધી હતી. જ્યારે શમીને 39 રનમાં 3 અને જાડેજાને 74 રનમાં 2 સફળતા મળી હતી.#TeamIndia level the series 1-1 ???? Onto the decider at Cuttack! #INDvWI pic.twitter.com/bQ4kn9MXG8
— BCCI (@BCCI) December 18, 2019
ભારત 387/5, રોહિત-રાહુલની સદી મેચમાં વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન પોલાર્ડે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે 50 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 387 રન બનાવ્યા હતા. ભારત તરફથી રોહિત શર્માએ 159, લોકેશ રાહુલે 102 રનની શાનદાર ઈનિંગ રમી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી કોટરલે 2 વિકેટ લીધી હતી.India win!
Hundreds for Rohit Sharma and KL Rahul were backed up by a hat-trick for Kuldeep Yadav ????The series is 1-1 with one game to play ???? #INDvWI pic.twitter.com/sZHSzC3Wnq — ICC (@ICC) December 18, 2019
પ્રથમ વિકેટ માટે 227 રનની ભાગીદારી રોહિત શર્મા (159 રન) અને લોકેશ રાહુલ (102 રન)ની ઓપનિંગ જોડીએ 37 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 227 રનની ભાગીદારી કરી ટીમ ઈન્ડિયાને મજબૂત શરૂઆત અપાવી હતી. વિરાટ કોહલી ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. શ્રેયસ ઐયરે 32 બોલમાં 52 રન અને રિષભ પંતે 16 બોલમાં 39 રનની ઈનિંગ રમી હતી. કેદાર જાધવ 16 રને નોટ આઉટ રહ્યો હતો.Innings Break!
An absolute run fest here in Visakhapatnam as #TeamIndia post a mammoth total of 387/5 on the board, courtesy batting fireworks by Rohit (159), Rahul (102), Shreyas (53), Rishabh (39).#INDvWI pic.twitter.com/rDgLwizYH4 — BCCI (@BCCI) December 18, 2019
1️⃣5️⃣0️⃣ for Rohit ????
India have had three 2️⃣0️⃣0️⃣-run partnerships against West Indies in ODIs and this man has been involved in all three of them.#INDvWI pic.twitter.com/RgwWKvbrtM — ICC (@ICC) December 18, 2019
ODI century number 2️⃣8️⃣ for Rohit Sharma ????
He is now ahead of Hashim Amla and sits joint fourth in the all-time list ???? #INDvWI pic.twitter.com/QIy1oXhZhM — ICC (@ICC) December 18, 2019
વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને ફિલ્ડિંગનો નિર્ણય કર્યો.FIFTY!@ImRo45 joins the party, brings up his 43rd ODI half-century ????????#INDvWI pic.twitter.com/5Os4zuLgIl
— BCCI (@BCCI) December 18, 2019
ભારતીય ટીમે આજની મેચમાં એક જ ફેરફાર કર્યો છે, કેપ્ટન કોહલીએ શિવમ દુબેની જગ્યાએ શાર્દુલ ઠાકુરને ટીમમાં સમાવ્યો છે. કીરોન પોલાર્ડે વેસ્ટ ઇન્ડિઝ ટીમમાં બે ફેરફાર કર્યા છે, સુનીલ એમ્બ્રિસની જગ્યાએ ઇવિન લૂઇસ અને હેડન વૉલ્શની જગ્યાએ ખેરી પિયરેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપ્યુ છે.West Indies have won the toss and elect to bowl first in the 2nd ODI against #TeamIndia.#INDvWI pic.twitter.com/FoCg4VGxTe
— BCCI (@BCCI) December 18, 2019
ભારતીય ટીમઃ રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ અય્યર, ઋષભ પંત (વિકેટકીપર), કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, દીપક ચાહર, મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ. વેસ્ટ ઇન્ડિઝ ટીમઃ શાઇ હૉપ (વિકેટકીપર), ઇવિન લૂઇસ, શિમરૉન હેટમેયર, નિકોલસ પૂરન, રૉસ્ટન ચેઝ, કીરોન પોલાર્ડ (કેપ્ટન), જેસન હૉલ્ડર, કીમો પૉલ, અલ્ઝારી જોસેફ, શેલ્ડન કૉટરેલ, ખેરી પીરે.A look at the Playing XI for the two teams.
One change for #TeamIndia. Shivam Dube OUT. Shardul Thakur IN.#INDVWI pic.twitter.com/jDFvEMYDkc — BCCI (@BCCI) December 18, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion